Site icon

મુસ્લિમો પશુઓની બલી ચઢાવી શકે તો હિન્દુઓ કેમ નહી? કેરલાના કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

17 જુલાઈ 2020

સુપ્રીમ કોર્ટેમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં મંદિરમાં દેવતાઓના નામ પર અપાતા બલિ પર રોક લગાવતા કેરલા સરકારના કાયદા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સાથે અરજીમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે  મુસ્લિમો બકરી ઈદ પર બકરાઓની અને કેટલાક ખાસ પ્રસંગોએ ચર્ચમાં પણ પશુઓની બલી અપાતી હોય તો હિન્દુઓ કેમ બલિ ચઢાવી ના શકે? અરજીના આ સવાલ પર સુપ્રીમ કોર્ટ તેની બંધારણીયતાની તપાસ કરવા તૈયાર છે. 

નોંધપાત્ર વાત એ છે કે કેરલામાં પશુ પક્ષીઓની બલિ ચઢાવવાનો કાયદો 52 વર્ષ જુનો છે. આ કાયદા હેઠળ હિન્દુઓને પશુ પક્ષીઓની બલિ આપવા પર રોક લગાવાઈ છે. જેની સામે કેરલા હાઈકોર્ટમાં પણ અરજી દાખલ  કરવામાં આવી હતી. જોકે કેરલા હાઈકોર્ટે 16 જુલાઈએ આ પિટિશન એમ કહીને ફગાવી દીધી હતી કે, આ અરજીમાં એવુ કોઈ તથ્ય દેખાતુ નથી જેનાથી સાબિત થઈ શકે કે, બલિ ચઢાવાની પ્રથા હિન્દુ ધર્મની પ્રેક્ટિસનુ અભિન્ન અંગ છે. જોકે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.આ પિટિશનમાં ઉઠાવવામાં આવેલા સવાલો પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે તૈયારી બતાવી છે.પિટિશન કરનારા કે વી વિશ્વનાથ અને વી ગીરીએ આ પિટિશનમાં હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા હાઈકોર્ટમાં પણ થયેલી આ પ્રકારની પિટિશનને આગળ ધરી છે. ખંડપીઠે આ કેસમાં દાખલ અરજી પર કેરળ સરકારને નોટિસ ફટકારી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2DRyEK8  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version