ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 જુલાઈ 2020
ગુરુવારે કોવિડ – 19 ના મૃત્યુ આંક સૌથી વધુ જોવા મળ્યો હતો, જેમાં દેશભરમાંથી 680 લોકોનાં મોત થયાં હતાં. અગાઉના સર્વોચ્ચ 616 નો નોંધાયો છે . જ્યારે મહારાષ્ટ્રમાં 266 લોકો મોતને ભેટ્યા છે, જે અત્યાર સુધીમાં તેની 24-કલાકની સૌથી વધુ સંખ્યા છે
ભારતે અત્યાર સુધીનો સૌથી વધારે કોરોનાના કેસ નોંધાવાનો રેકોર્ડ તોડ્યો છે. કુલ કેસની સંખ્યા એક કરોડને પાર કરી ગયી છે. ભારતમાં 24 કલાકમાં 35,468 થી વધુ તાજા ચેપ નોંધાયાના કિસ્સાઓમાં હજી વધુ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, દેશમાં કુલ સક્રિય કેસ 10 લાખને પાર કરી ગયાં છે. જ્યારે ઉપચાર કરીને સારા થયેલા લોકોની સંખ્યા 6,36,602 છે. જ્યારે મોત નો કુલ આંક પહોંચ્યો છે 25,609. બીજીબાજુ એક દિવસ માં 35,468 સાથે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે…
આમ ભારત વિશ્વમાં કુલ કોરોનાના કેસોને લઈ ત્રીજા નંબરે પહોંચી ગયું છે. જ્યારે અમેરિકા પ્રથમ અને બ્રાઝિલ બીજા નંબરે છે.
દેશ કુલ કેસ નવા કેસ કુલ મૃત્યુ
અમેરિકા 3668923 +52096 140800
બ્રાઝિલ 1978236 +7327 75697
ભારત 1005637 +35468 25609
રશિયા 752797 +6428 11937
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
