ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુલાઈ 2020
ચીન બીજા દેશો પર વિવિધ રીતે દમન કરી રહ્યું છે. પરંતુ એવું નથી કે તેણે પોતાના દેશના નાગરિકોને પણ આમાંથી બક્ષયાં હોય. હાલમાં જ ચીનમાં એક અરેરાટીભર્યો બનાવ બન્યો, જે ચીનમાં સૌને મળે છે.
વાત એમ બની હતી કે 52 વર્ષીય બસ ડ્રાઈવર નું મકાન ચીની સરકારે વિકાસના કાર્યો માટે આડે આવતું હોવાથી તોડી પાડ્યું હતું અને તેના બદલામાં તેને બીજું ઘર પણ આપ્યું ન હતું.. અનેક ફોને કરવા છતાં મનપા વાળાઓએ કોઈ સંતોષકારક જવાબ ના આપ્યો, પરિણામે ગુસ્સે ભરાયેલા બસ ડ્રાઈવર એવો ઝાંગ ખૂબ ગુસ્સે ભરાયો હતો. જ્યારે સરકાર તરફથી તેને બીજું મકાન મળવાની કોઈ આશા ન દેખાતાં તે ખૂબ દારૂ પીને ડ્યુટી પર પહોંચી ગયો હતો. આ બસમાં પહેલેથી જ વિદ્યાર્થીઓ સહિતના પેસેન્જરો ગોઠવાયા હતા. તેણે પેસેન્જરોથી ભરેલી આ બસને દારૂના નશામાં એક તળાવ નજીક લઇ જઈ અથડાવી દીધી હતી. આ અકસ્માતને પગલે 21 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. હવે આ ઘટના બાદ પ્રશાસન જાગ્યું છે અને આખા અકસ્માતની તપાસ કરવાના આદેશ આપી દીધા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com