ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
ભારત ચીન સરહદ વચ્ચે આજે સવારે અચાનક લદ્દાખ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન ખીણમાં ચીની સેનાના જવાનો સાથે સંઘર્ષમાં ઘવાયેલા સૈનિકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમાં સરહદ પર ચીન સાથે વિવાદ વચ્ચે 15 જૂનની રાત્રે ભારત-ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં થઈ હતી. જેમાં ઘાયલ થયેલા સૈનિકો લેહ ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વડાપ્રધાન અહીં હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન તેમણે સૈનિકો સાથે વાત કરી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું અને કહ્યું હતું કે ''હું આપ સહુને પ્રણામ કરૃં છું અને આપને જન્મ દેનાર માતાઓને પણ શત્ શત્ નમન કરૃં છું, જેમણે આપનું લાલન- પાલન કરી દેશ માટે સમર્પિત કરેલ છે.'' સાથે સૈનિકો સાથે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, "આપ બહાદુરો દ્વારા બતાવેલ વીરતા અંગે વિશ્વને એક સંદેશ ગયો છે. તમે જે રીતે તેમની સામે ઉભા રહ્યા, વિશ્વ જાણવા ઇચ્છે છે કે આ બહાદુર સૈનિકો કોણ છે? તેઓએ કેવા પ્રકારની તાલીમ લીધી છે? તેમનું બલિદાન શું છે? દુનિયા તમારી બહાદુરીની ચર્ચા કરી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com