ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
ગુરુવારે સવારે મ્યાનમારના કાચીન પ્રાંતમાં ભારે વરસાદને કારણે જમીન ધસી આવી હતી. આ અકસ્માતમાં 113 મજૂરોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણાં લોકો કાટમાળ નીચે હજુ દબાયા છે, એવી માહિતી મ્યાનમાર ફાયર બ્રિગેડેના અધિકારીએ આપી છે.
કાચિન રાજ્યના આ હપકાંત પ્રદેશમાં ખાણીયાઓ ખાણમાંથી કિંમતી જેડ રત્ન એકઠા કરી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને આ કામદારો તેની નીચે દટાઈ ગયાં હતા.. ફાયર વિભાગે માહિતી આપી હતી કે સમગ્ર વિસ્તારની યોગ્ય જાળવણીના અભાવે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થાય છે.
આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. . એક વર્ષ પહેલા મ્યાનમારમાં આવી જ ઘટના ઘટી હતી. જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કાટમાળને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com