ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
1984માં શીખ વિરોધી રમખાણ કેસમાં આજીવન સજા ભોગવી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સજ્જન કુમારે મેડિકલ આધાર પર જામીનની અરજી કરી હતી, જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે AIIMS ના રિપોર્ટને લઇને સજ્જનકુમારને રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે AIIMS ના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓને હોસ્પિટલમં દાખલ કરવાની જરૂર નથી. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે તેમની નિયમિત જામીન અરજી પર જુલાઇમાં સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખોખર અને સજ્જન કુમારને 17 ડિસેમ્બર, 2018નાં રોજ દિલ્હી હાઈકોર્ટે દોષી ઠેરવ્યા હતા. જે બાદથી બંને પૂર્વ નેતાઓ તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યાં છે. આ પહેલાં ખોખરને 15 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેના પિતાના મોત પછી 4 અઠવાડીયા માટે જામીન આપ્યા હતા..