News Continuous Bureau | Mumbai
Narendra Modi Cabinet Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) એ રવિવારે સાંજે પીએમ પદના શપથ લીધા છે. આ સાથે જ તેઓ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. તેમની સાથે કેબિનેટ ( Union cabinet ) માં સામેલ થનારા મંત્રીઓએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે. આ વખતે મોદી કેબિનેટમાં ભાજપની સાથે ગઠબંધનના પૂરા રંગ દેખાઈ રહ્યા છે. આ વખતે મોદી સરકાર 3.0માં સમગ્ર દેશને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યો છે.
Narendra Modi Cabinet Meeting: મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે
રવિવારે શપથ લીધા બાદ મોદી સરકાર તરત જ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે 5 વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. દરેકની નજર CCS મંત્રીઓ પર છે એટલે કે મોદી સરકારમાં ટોચના ચાર મંત્રી કોણ હશે.
Narendra Modi Cabinet Meeting: સાંજે 5 વાગ્યે મળશે કેબિનેટ બેઠક
મીડિયા રિપોર્ટ અનુસાર, સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ( Pradhan Mantri Awas Yojana Gramin ) હેઠળ બે કરોડ વધારાના મકાનો ( Rural house ) ને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. સરકારી સૂત્રોએ કહ્યું છે કે આ સિવાય કેન્દ્રીય કેબિનેટ PMAY-G હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50 ટકાનો વધારો કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ની શપથ વિધિ માં શાહરુખ ખાન અને અક્ષય કુમારે કર્યું એવું કામ કે થઇ રહી છે તેની ચર્ચા, તસવીર થઇ વાયરલ
Narendra Modi Cabinet Meeting:
મહત્વનું છે કે શપથ ગ્રહણ સમારોહ પહેલા, મોદીએ, તેમના નિવાસસ્થાન પર ચાની બેઠકમાં, તેમની ત્રીજી મંત્રી પરિષદમાં મંત્રીઓને કહ્યું કે તેઓએ ‘100 દિવસના કાર્યક્રમ’ પર કામ શરૂ કરવું પડશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તેમના વચગાળાના બજેટમાં તમામ નાગરિકો માટે પરવડે તેવા આવાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વધતી માંગને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં PMAY-G હેઠળ બે કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે.
દરમિયાન, ગયા વર્ષે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઝૂંપડપટ્ટી, ચાલ અને અનધિકૃત કોલોનીઓમાં અને ભાડાના મકાનોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો ટૂંક સમયમાં બેંકો પાસેથી રાહત દરનો લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે આ અંગે કામ ચાલી રહ્યું છે.
