News Continuous Bureau | Mumbai
Narendra Modi: આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ પર, આપણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તેમના બલિદાન, હિંમત અને ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે. આપણી સરકાર એવી છે જેણે હંમેશા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને અમે આવનારા સમયમાં પણ આવું કરતા રહીશું.”
આ સમાચાર પણ વાંચો : Draupadi Murmu: ભારતીય સ્ટેટિસ્ટિકલ સર્વિસના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે કાર્યશાળામાં ભાગ લીધો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.