Site icon

મોદીનો સક્રિય રાજનીતિમાં 20માં વર્ષમાં પ્રવેશ : આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન.. જાણો તેમની રાજકીય સફર…

ન્યુઝ કન્ટીન્યુઝ
મુંબઈ
07 ઓક્ટોબર 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલી સરકારના મુખીયા તરીકે બુધવારે 20 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળ 7 ઓક્ટોબર, 2001ના રોજ શરૂ કર્યો હતો. ત્યાર બાદ રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતાં.. ગુજરાતની જનતાએ તેમને વર્ષ 2001માં મુખ્યમંત્રી ચૂંટીને રાજ્યની ધૂરા સોંપી હતી, ત્યાર બાદ તેઓ સતત 4 વખત મુખ્યમંત્રી બન્યા અને મે, 2014 સુધી એ પદ પર રહ્યા અર્થાત 13 વર્ષ ગુજરાત ની સેવા કરી. 4 વખત ગુજરાત ના મુખ્યમંત્રી રહ્યા એ દરમિયાન તેમની ઇમેજ કડક વહીવટદારની રહી. તેમણે રાજ્યમાં ઘણાં ઇનોવેશન કર્યાં અને ગુજરાતને અગ્રણી રાજ્યોની હરોળમાં લાવી દીધું. આમ ભાજપને વિકાસશીલ પાર્ટી તરીકે એક નવી ઓળખ અપાવી હતી.

Join Our WhatsApp Community

2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે તેમને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા. ત્યાર બાદ પક્ષે વિક્રમી 282 બેઠક મેળવી ઐતિહાસિક જીત નોંધાવી. દિલ્હીમાં વડાપ્રધાનપદ પર  મોદીએ પ્રથમ કાર્યકાળ પૂરો કર્યા બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી વિક્રમી બેઠકો જીતી અને મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા. આ અગાઉ જ્યોતિ બસુ 1977 થી 2000 સુધી એમ 22 વર્ષ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહયાં હતાં. આમ દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદ પર રહેવાનો વિક્રમ તેમના નામે છે.

મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમની ઇમેજ ઓજસ્વી અને પ્રખર વક્તા, પ્રામાણિક અને કુશળ વહીવટદારની છે. રાજકીય વર્તુળોમાં તેઓ વિશિષ્ટ કાર્યશૈલી માટે જાણીતા છે. તેમના અંગત સ્ટાફમાં માત્ર 3 લોકો જ છે. વર્ષ 2016 માં અચાનક દેશમાં નોટબંધી લાગુ કરી, જેની દેશમાં વિપક્ષે ઘણી ટીકા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી અને બીજું વચન રામ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. સૌથી મોટી વાત,  આઝાદી પછી જન્મેલા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version