Site icon

National Gopal Ratna Award -2023 : ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩’ નેશનલ એવોર્ડ માટે ઓનલાઈન નોમિનેશન આજથી શરૂ.. આ છે અંતિમ તારીખ..

National Gopal Ratna Award -2023 : નોમિનેશન/અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫ સપ્ટેમ્બર રહેશે

national-gopal-ratna-award-2023-to-be-conferred-on-the-occasion-of-national-milk-day

national-gopal-ratna-award-2023-to-be-conferred-on-the-occasion-of-national-milk-day

News Continuous Bureau | Mumbai    
National Gopal Ratna Award -2023 દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ/એફ.પી.ઓઝ અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩’ (National Gopal Ratna Award -2023) ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં મેરિટનું પ્રમાણપત્ર, એક સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એવોર્ડ પોર્ટલ https://awards.gov.in પર તા.૧૫ ઓગસ્ટથી ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર’ ઓનલાઈન અરજી કરી શકાશે. નોમિનેશન/અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫મી સપ્ટેમ્બર છે.

આ સમાચાર પણ વાંચો : Bindeshwar Pathak : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ..

અરજીની સાથે લાયકાતનું પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કાર સાથે પ્રથમ ક્રમને રૂ.પાંચ લાખ રૂપિયા, બીજા ક્રમને ત્રણ લાખ, ત્રીજા ક્રમ માટે બે લાખ આપવામાં આવે છે. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) કેટેગરીના કિસ્સામાં, ત્રણેય રેન્ક માટે એવોર્ડમાં મેરિટનું પ્રમાણપત્ર અને માત્ર સ્મૃતિ ચિન્હ રહેશે. આ પુરસ્કારો રાષ્ટ્રીય દૂધ દિવસ (National Milk Day) ૨૬મી નવેમ્બર,૨૦૨૩ના અવસરે એનાયત કરવામાં આવશે. એવોર્ડ મેળવવા માટે પાત્રતાના માપદંડો અને નોમિનેશનની ઓનલાઈન પ્રક્રિયા વિશે વધુ વિગતો માટે વેબસાઇટ https://awards.gov.in અથવા https://dahd.nic.in ની મુલાકાત લેવાની રહેશે.

Join Our WhatsApp Community
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version