Site icon

National Startups Day: મહારાષ્ટ્રમાં ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 1000 સ્ટાર્ટઅપ્સ સાથે “એમ્પાવરિંગ ઈનોવેશન” કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

National Startups Day: મહારાષ્ટ્રની સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા નેશનલ સ્ટાર્ટઅપ્સ ડે નિમિતે વિશેષ કાર્યક્રમ

National Startups Day On 'National Startup Day' in Maharashtra, Chief Minister Devendra Fadnavis will inaugurate the Empowering Innovation program with 1000 startups.

National Startups Day On 'National Startup Day' in Maharashtra, Chief Minister Devendra Fadnavis will inaugurate the Empowering Innovation program with 1000 startups.

News Continuous Bureau | Mumbai 

National Startups Day: મહારાષ્ટ્ર સરકારનાં કૌશલ્ય વિકાસ, રોજગાર અને નાવિન્ય મંત્રાલય અંતર્ગત રાજ્ય ઇનોવેશન સોસાયટીના ઉપક્રમે મુંબઇમાં ૧૬ મી જાન્યુઆરીએ રાષ્ટ્રિય સ્ટાર્ટઅપ્સ ડે ની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમ “એમ્પાવરિંગ ઈનોવેશન, એલિવેટીંગ મહારાષ્ટ્ર’ નું ઉદ્ઘાટન રાજ્યનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે. જેમાં વિવિધ ક્ષેત્રોનાં ૧૦૦૦ જેટલા સ્ટર્ટઅપ્સ ભાગ લેશે.

Join Our WhatsApp Community

રાજ્યનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી આવનારા ૧૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સમાં ટેક્નોલોજી, કૃષિ સેવા ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ્સ અને પ્રવાસન જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટરમાં સવારે ૧૦ વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિદ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટમાં મેરીકો લિમિટેડના ચેરમેન હર્ષ મારીવાલા, અપગ્રેડ એન્ડ સ્વદેશ ફાઉન્ડેશનના, કો-ફાઉન્ડર, રોની કુવાલા નાયકાના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયર, વેન્ચર કેપિટલ એન્ડ સ્ટાર્ટ અપના ગ્લોબલ હેડ, અપૂર્વ યમારિયા, સ્ટેટ ગવર્મેન્ટ અને શિક્ષણ અમેજોન વેબ સર્વિસના હેડ અજય કૌલ IVY કેપ વેન્ચર્સના સ્થાપક અને મેનેજીંગ પાર્ટનર વિક્રમ ગુપ્તા, એવેન્ડસ, ઇન્ક્યુબેશન, સહ-સ્થાપક અને એકિઝક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, રાનુ વોહરા, MGB ઇનોવેશન ફાઉન્ડેશન પાર્ટનર પ્રેસિડેન્ટ IITO જિનેન્દ્ર ભંડારી, વેન્ચર કેટાલિસ્ટ અને નાઈન યુનિકોર્ન્સના કો-ફાઉન્ડર અપૂર્વ રંજન શર્મા, બ્લુ સ્માર્ટ કો-ફાઉન્ડર પુનીત ગોયલ, રેનટ્રી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિટેક્ટર લીના દાંડેકર, ઓપન સિક્રેટ ફાઉન્ડર અને સીઈઓ આહાના ગૌતમ, ચલો મોબિલિટી કંપનીના સ્થાપક અને ડાયરેક્ટર પ્રિયા સિંહ, જિયો જનરલ નેકસ્ટના હેડ અમેય માશેલકર સુપર બોટમ્સના સ્થાપક અને વડા એકિઝક્યુટિવ ઓફિસર પલ્લવી ઉંટગી, ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ અને આર્ટિસ્ટ સલોની પટવર્ધન વગેરે ઉપસ્થિત રહેશે. આ મહાનુભાવો પોતાની નવીન પ્રવૃત્તિઓ રજૂ કરશે.

National Startups Day: સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પેનલ ચર્ચાઓ યોજાશેઃ કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા

મંત્રી શ્રી. મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે દિવસભરની પેનલ ચર્ચામાં રોકાણકારોની જરૂરિયાતો અને યુવા ઉદ્યોગ સાહસિકોની સફળતાની વાર્તાઓ પર વિશેષ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માહિતી અને જનસંપર્ક મહાનિર્દેશાલયના સોશિયલ મીડિયા પર કરવામાં આવશે. કૌશલ્ય વિકાસ વિભાગના સચિવ ગણેશ પાટીલ, કૌશલ્ય વિકાસ કમિશનર પ્રદીપ કુમાર ડાંગેએ દરેકને એક દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Mercedes Benz: જીએસટીમાં ઘટાડાની બમ્પર અસર! આ કંપનીએ કારની કિંમતોમાં કર્યો 11 લાખ સુધીનો ઘટાડો કર્યો, જુઓ કઈ કાર પર કેટલી છૂટ મળી
Exit mobile version