Site icon

દેશની વસતીવૃદ્ધિમાં અસંતુલનતા દેશની અખંડતા સામે ખતરો : વસતિનિયંત્રણ કાયદો બનાવી બધા પર સમાન લાગુ કરવાની સંઘના આ નેતાએ કરી  માગણી; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર 
દશેરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાનો 96મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. એ  નિમિત્તે સંઘના પ્રમુખ મોહન ભાગવતે દેશમાં વધી રહેલી વસતી સામે ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં વસતીવૃદ્ધિને કારણે દેશની અંખડતા સામે જ નહીં, પણ સાંસ્કૃતિક ઓળખ માટે પણ ગંભીર સમસ્યા નિર્માણ થઈ  શકે છે. એથી વસતીનિયંત્રણ કાયદો બનાવીને દેશના તમામ લોકો પર એક સમાન લાગુ કરવા ઉપર પણ તેમણે ભાર આપ્યો હતો. દેશમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ચલણ તેમ જ OTT પ્લૅટફૉર્મ પર દર્શાવતા અશ્લીલ કાર્યક્રમ સામે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

મુંબઈમાં દશેરાએ સોના હી સોના : દશેરાએ મુંબઈમાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો; મુંબઈગરાએ સોનાની કરી અધધધ ખરીદી; જાણો વિગત

Join Our WhatsApp Community

વસતીવૃદ્ધિ દરમાં રહેલી અસંતુલનતા ભવિષ્યમાં દેશ માટે પડકારજનક બની શકે છે. જે ઝડપે વિવિધ સંપ્રદાયોની વસતીમાં સરેરાશ પરિવર્તન આવી રહ્યું છે, એને જોતાં વસતીનિયંત્રણ કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને દેશના આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સરહદી વિસ્તારમાં મુસ્લિમોની વસતીની સંખ્યા વધી રહી છે. જે ઘૂસણખોરીનો સંકેત આપી રહી છે. વસતીમાં થઈ રહેલી અસંતુલતાને કારણે દેશની એકતા, અંખડતા અને સાંસ્કૃતિક ઓળખ માટે જોખમ બની શકે છે. અસંતુલિત વસતીવૃદ્ધિને કરાણે સ્થાનિક હિંદુ સમાજ માટે સરહદી વિસ્તારોમાં પલાયન થવાનું દબાણ વધી રહ્યું છે એવું પણ આ પ્રસંગે મોહન ભાગવતે ક્હ્યું હતું.

વસતીવધારા, OTT પર નિયંત્રણ લાવવાની તાતી આવશ્યકતા હોવાનું મોહન ભાગવતે કહ્યું હતું. એ ઉપરાંત તેમણે વિશ્વમાં ભારતની પ્રગતિને લઈને જે દેશો ઈર્ષા કરી રહ્યા છે, તેમની તરફ પણ આંગળી ચીંધી હતી.
 

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version