ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
5 જુન 2020
"નાણાં મંત્રાલયે ચાલુ વર્ષે કોવિડ -19 રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવા માટે રૂ. 20 ટ્રિલિયનના પેકેજની યોજના જાહેર કર્યા બાદ હવે કોઈ નવી યોજનાઓ જાહેર કરશે નહીં" એમ આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે. ઉપરાંત નવી યોજનાઓ કે જેને પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે પણ આ નાણાકીય વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે.
નાણા મંત્રાલયે 2020-21 માટે હાલની યોજનાઓ ચાલુ રાખવા માટે વચગાળાની મંજૂરી આપી દીધી છે. જો કે, આ પછી 15 મા નાણાપંચની ભલામણોની સ્વીકૃતિ પછી, દેશના ખજાનાની, સંસાધનોની સમીક્ષા કર્યા બાદ બીજી યોજના લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય અગાઉ, સરકારે એપ્રિલમાં પ્રથમ ક્વાર્ટરમાં ખર્ચ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. મોટાભાગના મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રથમ ત્રિમાસિક ગાળાના ખર્ચ પર 15-20 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સ્થગિત કરાયા છે. સરકારે ગયા મહિને 20-ટ્રિલિયન રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ સરકારી તિજોરીને ફટકો બે ટ્રિલિયન ડોલરથી વધુનો પડ્યો છે.
વર્ષ 2020-21 માટે સરકારે 30.4 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા 26.9 ટ્રિલિયન રૂપિયા કરતા 13 % વધારે છે.
જો કે, કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી આ સંખ્યામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે..