Site icon News Continuous Bureau | Mumbai

સરકાર કોઈ નવી યોજના લાગુ નહીં કરે, માત્ર 20 લાખ કરોડનું કોરોના પેકેજ જ અમલી બનશે : નિર્મલા સિતારમણ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

5 જુન 2020

"નાણાં મંત્રાલયે ચાલુ વર્ષે કોવિડ -19 રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવા માટે રૂ. 20 ટ્રિલિયનના પેકેજની યોજના જાહેર કર્યા બાદ હવે કોઈ નવી યોજનાઓ જાહેર કરશે નહીં" એમ  આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે.   ઉપરાંત નવી યોજનાઓ કે જેને પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે પણ આ નાણાકીય વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે.

 નાણા મંત્રાલયે 2020-21 માટે હાલની યોજનાઓ ચાલુ રાખવા માટે વચગાળાની મંજૂરી આપી દીધી છે. જો કે, આ પછી 15 મા નાણાપંચની ભલામણોની સ્વીકૃતિ પછી, દેશના ખજાનાની, સંસાધનોની સમીક્ષા કર્યા બાદ બીજી યોજના લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય અગાઉ, સરકારે એપ્રિલમાં પ્રથમ ક્વાર્ટરમાં ખર્ચ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. મોટાભાગના મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રથમ ત્રિમાસિક ગાળાના ખર્ચ પર 15-20 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સ્થગિત કરાયા છે.  સરકારે ગયા મહિને 20-ટ્રિલિયન રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ સરકારી તિજોરીને ફટકો બે ટ્રિલિયન ડોલરથી વધુનો પડ્યો છે.

વર્ષ 2020-21 માટે સરકારે 30.4 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા 26.9 ટ્રિલિયન રૂપિયા કરતા 13 % વધારે છે. 

જો કે, કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી આ સંખ્યામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે..

Rahul Gandhi Detained Thrice રાહુલ ગાંધીએ 48માંથી 14 કલાક રસ્તા પર વિતાવ્યા જમીન પર બેસીને ભોજન લીધું, 3 વખત અટકાયત; છેલ્લા 3 વર્ષમાં સૌથી આક્રમક અંદાજ
Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
Exit mobile version