Site icon News Continuous Bureau | Mumbai

NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ

NEET UG 2026 Paper Leak। ૬૦ હજારમાં ટોકન અને પેપરના ૧૦ લાખ રૂપિયા વસૂલ્યા; મહારાષ્ટ્ર કનેક્શન બાદ સીબીઆઈ દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓની પૂછપરછ શરૂ

NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ

NEET UG 2026 Paper Leak। પેપર લીક કાંડના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયા, કરોડો રૂપિયાના નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

NEET UG 2026 Paper Leak। દેશભરમાં ભારે હોબાળો મચાવનારા નીટયુજી ૨૦૨૬ પેપર લીક મામલે તપાસ એજન્સીઓના હાથે એક મોટી સફળતા લાગી છે. આ સમગ્ર કૌભાંડમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. સાયબર ગુનેગારોએ આયોજનબદ્ધ રીતે નેટવર્ક ચલાવીને અત્યાર સુધીમાં ૫.૭૪ કરોડ રૂપિયાથી વધુની રકમ ઉઘરાવી લીધી છે. આ કેસના તાર મહારાષ્ટ્ર સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યા બાદ સીબીઆઈ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને આંતરરાજ્ય સ્તરે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ટેલિગ્રામ પર ‘લીક પેપર’ અને ‘૧૦૦% સફળતા’ ના નામે જાળ બિછાવી

તપાસ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, સાયબર ભામટાઓએ ટેલિગ્રામ પર ‘લીક પેપર’, ‘ગેરંટી સિલેક્શન’, ‘૧૦૦ ટકા સફળતા’ અને ‘ફૂલપ્રૂફ સિસ્ટમ’ જેવા આકર્ષક નામો ધરાવતા ગૃપો બનાવ્યા હતા. પરીક્ષાના તણાવ હેઠળ જીવતા હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ ગ્રુપમાં એન્ટ્રી મેળવવા માટે વાલીઓ પાસેથી માત્ર ૨૦૦ થી ૫૦૦ રૂપિયાની નજીવી ફી લેવામાં આવતી હતી જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય. એકવાર વિશ્વાસ બેસી ગયા પછી, અસલી ખેલ શરૂ થતો હતો.

૬૦ હજારનું ટોકન અને ઓરિજિનલ પેપરના ૧૦ લાખ

વાલીઓનો ભરોસો જીત્યા બાદ ગુનેગારો તેમની પાસેથી કન્ફર્મેશન માટે ૬૦,૦૦૦ રૂપિયાની ટોકન રકમ વસૂલતા હતા. આટલું જ નહીં, ગુનેગારો એવો દાવો કરતા હતા કે પરીક્ષાના દિવસે વહેલી સવારે જ ઓરિજિનલ પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. આ ગેરંટીના બદલામાં પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ૧૦ લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવવામાં આવતી હતી. આ જાળમાં ફસાઈને અનેક વાલીઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે જમાપુંજી ગુનેગારોના હવાલે કરી દીધી હતી. હાલમાં મુખ્ય આરોપી મોટેગાવકર સહિતના શંકાસ્પદોની ધરપકડ બાદ આ નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ ચાલી રહી છે.

લાભાર્થી વિદ્યાર્થીઓ પણ રડારમાં

સીબીઆઈ દ્વારા હવે માત્ર પેપર લીક કરનારા માફિયાઓ પર જ નહીં, પરંતુ પૈસા આપીને પેપર ખરીદનારા લાભાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર પણ સકંજો કસવામાં આવ્યો છે. આ કૌભાંડનું નેટવર્ક ઘણું મોટું હોવાથી સીબીઆઈ આજે પુણેથી ધરપકડ કરાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે. જેમાં પ્રોફેસર મનીષા હવાલદાર, પી.વી. કુલકર્ણી અને બ્યુટીશિયન મનીષા વાઘમરેનો સમાવેશ થાય છે. તપાસ અધિકારીઓ કોર્ટ પાસે આરોપીઓના મેક્સિમમ રિમાન્ડની માંગણી કરશે જેથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને દેશભરમાં ફેલાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચી શકાય.

👉 આ સમાચાર વાચો:
Stock Market Today| શેરબજારમાં ઓલટાઇમ હાઈ રેકોર્ડ, સેન્સેક્સ ૭૬,૦૦૦ ની પાર નીકળતાં રોકાણકારો ખુશખુશાલ

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version