Site icon News Continuous Bureau | Mumbai

ચીનની ચડામણીએ નેપાળ બન્યું વિસ્તારવાદી, બિહાર પૂર્વ સરહદે ફરી પોતાનો દાવો ઠોકયો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

નવી દિલ્હી,

Join Our WhatsApp Channel

20 જુન 2020 

ભારત ચીન વચ્ચે જમીન વિવાદ વકર્યો છે અને બીજી બાજુ નેપાળ પણ આપણી જમીન પર વિવિધ રીતે દાવા કરતો રહે છે.  થોડા દિવસો અગાઉ તેણે ઉત્તરાખંડ ક્ષેત્રમાં ત્રણ ભારતીય ક્ષેત્રો પર પોતાની જમીન હોવાનો દાવો ઠોક્યો હતો, અને પોતાના નકશામાં આ વિસ્તારને સમાવ્યો હતો. હવે નેપાળે બિહારમાં પણ પૂર્વ ચંપારણ જિલ્લા ની જમીન પર પોતાનો દાવો ઠોક્યો છે. અહીંથી આગળ વધતા તેણે ઢાકા બ્લોકમાં લાલ બકૌયા નદી પર ભારત દ્વારા થતું તકબંધ નિર્માણનું કામ પણ રોકાવી દીધું છે. બિહારના સ્થાનિક ડીએમ દ્વારા નેપાળના આ દાવાને લઈ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બિહાર સરકારને જાણકારી આપવામાં આવી છે. કારણ કે આ સીમા નો અંતિમ છેડો નેપાળનો હોવાનો દાવો તેણે કર્યો છે. 

 

ઉલ્લેખનીય છે કે બિહારના પાણી સંશાધન વિભાગ દ્વારા દાયકાઓ પહેલા આ ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ચોમાસા પહેલા દર વર્ષે તેનું સમારકામ કરવામાં આવતું હતું. જેથી વરસાદમાં રેલ થી બચી શકાય. આ વર્ષે પણ સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે, નેપાળના અધિકારીઓએ આવીને નિર્માણકાર્ય રોકવાનું કહ્યું હતું.

 

આશ્ચર્યની વાત એ છે કે આટલા દાયકાઓમાં પ્રથમવાર જ આ સ્થાન પર નેપાળે પોતાનો ક્ષત્રિય અધિકાર હોવાનો દાવો કર્યો છે..

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

INDIA Alliance Rally Police Action વિપક્ષી ગઠબંધનની મહારેલી મુદ્દે દિલ્હી પોલીસનું કડક વલણ, ૪ FIR દાખલ કરી ૫૦૦ સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવા નોટિસ જારી
PM Modi Governor Phone Call Anecdote “પીએમ મોદીના સતત ૧૦ ફોન આવ્યા, પણ મેં ઉપાડ્યા જ નહીં” નવનિયુક્ત રાજ્યપાલે કહી રસપ્રદ વાત
Kandahar Hijacking Aviation Security વિદેશી ધરતી પર ભારતીય સિક્યોરિટીનો પહેરો! કાઠમંડુ એરપોર્ટ પર ભારતીય એજન્સીઓ કેવી રીતે કરે છે કામ? જાણો રડાર પાછળની સુરક્ષા વ્યવસ્થા
Modi Cabinet Reshuffle Strategy માત્ર ૫ મહિનામાં ૩ મંત્રીઓના રાજીનામા અને બેની ટિકિટ કપાઈ મોદી સરકારનો નવો રાજકીય દાવ શું?
Exit mobile version