ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
નેપાળ, બિહાર સરહદ પર આવેલા સીતામઢી માં ભારત દ્વારા બની રહેલા રોડ-રસ્તાના બાંધકામ નો વિરોધ કરી રહ્યું છે. સીતામઢીની સીમા પર નેપાળના સીમા સુરક્ષા દળના જવાનોએ આવીને માર્ગના કામમાં અડચણ ઉભી કરી રસ્તાનું કામ હાલ સ્થગિત કર્યું છે. નોંધનીય છે કે આ વિસ્તાર 'નો મેન્સ લૅન્ડ' ને જોડનારો છે. જે ભારતની સીમાને અડીને આવેલો છે, એટલું જ નહીં નેપાળે દાવો કર્યો છે કે અહીંથી આગળ જતી 20 મીટર સુધીની જગ્યા તેની છે. આ પહેલા પણ બિહાર થઈ માનસરોવર જવાના રસ્તાના બાંધકામમાં પણ નેપાળે વિઘ્ન નાખ્યું હતું.
ચીનના જોરે ભારત નેપાળની સરહદે બની રહેલા રસ્તા નું બાંધકામ બંધ કરાવવા તેમજ ભારતના વિસ્તાર ને પોતાના ગણાવી નવો નકશો પણ જારી કરી ચૂક્યું છે. થોડા દિવસ અગાઉ લિપુલેખ કાલાપાનીનો તેણે પોતાના નકશામાં સમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં હાલ કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર રાજ કરી રહી છે. જેને ચીન નું સંપૂર્ણ પીઠબળ મળેલું છે. થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં નેપાળી એફએમ પરથી ભારતવિરોધી ગીતો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આમ નેપાળ કોઈને કોઈ બહાને ભારતને નડી રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com