ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
ચીનની ચઢામણી એ નેપાળ કુદી રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન નેપાળે બિહાર સરહદ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવે છે કે સરહદ પર બે જૂથો વચ્ચેના વિવાદ બાદ આ ગોળીબાર થયો, જેમાં ત્રણ લોકો ભોગ બન્યા છે. ગામલોકોનું કહેવું છે કે ફાયરિંગ નેપાળ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઘટના બિહારમાં ભારત-નેપાળ બોર્ડર નજીક સીતામઢીના જાનકી નગર બોર્ડર પર બની હતી.
નેપાળી પોલીસ પોતાની સફાઈમાં કહી રહી છે કે, પોલીસના હથિયાર છીનવી લેનારા લોકો પર નેપાળી પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પરંતુ નેપાળી સેના દ્વારા સરહદ પાર કરવાના વિવાદમાં ફાયરિંગ થયું હોવાની વાત સ્થાનીકો કરી રહ્યા છે. હાલ આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય એસએસબી અને સ્થાનિક પોલીસ સરહદ પર ઉભા છે, જ્યારે નેપાળી આર્મી પણ નારાયણપુર બોર્ડર પર પડાવ નાખીને બેસી છે. આમાં એસએસબીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળથી લગભગ 16 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે….