Site icon

ઘોર ભારતવિરોધી: સંસદમાં જે મહિલા સાંસદે ભારતનો પક્ષ લીધો હતો તેની હાકલપટ્ટી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

ચીનના ઇશારે ભારતના ત્રણ ક્ષેત્રોને પોતાના નકશામાં સામેલ કરનાર ઓલી સરકાર વિરુદ્ધ જ્યારે ત્યાંના સાંસદ સરિતા ગીરીએ અવાજ ઉઠાવી નેપાળની આ હરકતને વખોડી કાઢી હતી. તેની સજારૂપે હવે સાંસદને  કાઢી મૂકવામાં આવ્યા છે. તેમ જ સંસદીય સભ્યપદ પણ છીનવી લેવાયું છે.. વાસ્તવમાં સરિતા ગીરીએ ગૃહ ની અંદર અને બહાર નવા નકશા ને લઇ બંધારણમાં થયેલાં સુધારાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો..

હકીકતમાં સરહદ વિવાદને કારણે ભારત અને નેપાળના સંબંધોમાં મતભેદ ઊભા થયા છે. ગઈ 8 મી મેના રોજ આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લિપુલેખ થી ધારચૂલા સુધીના રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ નેપાળે વિરોધ દર્શાવી લિપુલેખ નેપાળ નો ભાગ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ એક નવો નકશો બનાવીને ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળની કેબિનેટની બેઠકમાં બહાર પાડી દીધો, જેમાં 275 સભ્યોવાળી નેપાળની સંસદમાં 258 વૉટ મળ્યા હતા. આનો ભારતે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને ભારતની વાતમાં  ત્યાંના સાંસદ સરીતા ગીરીએ પણ સુર મેળવતા તેમણે પોતાનું પદ છોડવાનો વારો આવ્યો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળના રાષ્ટ્રપ્રમુખ ઓલી ની સરકાર ગમે ત્યારે તૂટી જવાનો ડર હોવાથી બની શકે, સરિતા ગીરી અંગે તેઓ વિચાર ફેર કરી શકે અને તેમને ફરી સાંસદ તરીકે શપથ લેવડાવવામાં આવે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version