ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જાન્યુઆરી 2022
શનિવાર
ભારતની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની ઈન્ડિયા ગેટ પર સ્થાપના કરવાનું એલાન પીએમ મોદીએ કર્યુ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ પ્રતિમાનું નિર્માણ નેશનલ મોર્ડન આર્ટ મ્યુઝિયમના ડાયરેક્ટર અદ્વૈત ગડનાયક દ્વારા કરાશે. જે 25 ફૂટ ઊંચી હશે.
સુભાષચંદ્ર બોઝ પ્રતિમાનુ નિર્માણ ગ્રેનાઈટ પથ્થરમાંથી કરવામાં આવશે. જે તેલંગાણાથી મંગાવવામાં આવશે.
પીએમ મોદીની જાહેરાત સાથે જ પ્રતિમાના સર્જનની કામગીરી શરુ થઈ ગઈ છે. તેની ડિઝાઈન સાંસ્કૃતિક મંત્રાલયે તૈયાર કરી છે.
આ નિર્ણયને સુભાષચંદ્ર બોઝના પુત્રી અનીતા બોઝ-ફાફે એક મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે.