Site icon

Marriage Law: ઓળખ છુપાવીને લગ્ન કરનારાઓ પર સકંજો કસવા સરકારનો માસ્ટર પ્લાન, નવો કાયદો 10 વર્ષ સુધી નાખી દેશે જેલમાં..

Marriage Law: કોઈ વ્યક્તિએ પોતાની ઓળખ (જેમ કે ધર્મ, જાતિ અને વૈવાહિક સ્થિતિ) છુપાવી બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલો આપે ઘણા સાંભળ્યા હશે. જોકે આવા લોકો પર સકંજો કસવા સરકારે સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. આવી છેતરપિંડી કરવી અથવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો ભારતીય ન્યાયિક સંહિતા મુજબ ગુનો ગણાશે…

New law on marriages with concealment of identity

New law on marriages with concealment of identity

News Continuous Bureau | Mumbai 

Marriage Law: કોઈ વ્યક્તિએ પોતાની ઓળખ (જેમ કે ધર્મ, જાતિ અને વૈવાહિક સ્થિતિ) છુપાવી બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાના અહેવાલો આપે ઘણા સાંભળ્યા હશે. જોકે આવા લોકો પર સકંજો કસવા સરકારે સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. આવી છેતરપિંડી કરવી અથવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો ભારતીય ન્યાયિક(Indian Judiciary) સંહિતા મુજબ ગુનો ગણાશે. આવી છેતરપિંડીની ઘટનાઓ રોકવા કેન્દ્ર સરકાર(central Govt) નવો કાયદો લાવી રહી છે. પ્રસ્તાવ હેઠળના બિલમાં એવી જોગવાઈ છે કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 મુજબ આવી છેતરપિંડી(Fraud) કરવી ગુનો ગણાશે અને આવા કેસમાં 10 વર્ષ સુધીની સજા કરાશે.

Join Our WhatsApp Community

સૂત્રોના જણાવ્યા મુજબ કાયદાકીય બાબતોની સંસદીય પેનલે આ મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેને સરકાર બિલ તરીકે રજુ કરશે. રિપોર્ટ મુજબ જો કોઈ વ્યક્તિ લગ્ન કરવા ઓળખ છુપાવશે અથવા સંબંધો બાંધવા આવું કરશે તો તેને દુષ્કર્મ નહીં, છેતરપિંડી મનાશે. આવા કેસમાં 10 વર્ષ સુધીની જેલની સજાનો નિયમ લાવવાની તૈયારી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસને લઈને શશી થરુરે એવુ શું કહ્યું કે મચી ગયો ખળભળાટ.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

સ્ટેન્ડિંગ કમિટીનો ડ્રાફ્ટ રિપોર્ટ ટુંક સમયમાં રજુ કરાશે

આ સેક્શનમાં સ્પષ્ટ કહેવાયું છે કે, રોજગારી આપવા, પ્રમોશન અથવા લગ્નનું વચન આપી ઓળખ છુપાવી લગ્ન કરવું છેતરપિંડી મનાશે. ભારતીય ન્યાયિક સંહિતા વિધેયકની સ્ટેન્ડિંગ કમિટીનો ડ્રાફ્ટ રિપોર્ટ ટુંક સમયમાં રજુ કરાશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આવા મામલાઓ ઘણા સામે આવ્યા છે, જેમાં લોકો પોતાના લગ્ન થઈ ગયા હોવાની વાત છુપાવી કોઈ મહિલા સાથે લગ્ન કરી લે છે, ત્યાર બાદ હેરેશમેન્ટની ઘટનાને અંજામ આપે છે. ઉપરાંત ધર્મ છુપાવીને પણ લગ્ન કરવાના મામલાઓ ઘણા સામે આવ્યા છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version