Site icon

ન્યુઝીલેન્ડમાં નો મોર લોકડાઉન; તમામ પ્રતિબંધ દુર 17 દિવસમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુન 2020

ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, આથી આજ રાતથી ત્યાં તમામ પ્રતિબંધો હટી જશે.

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની નાબુદી બાદ આજે અડધી રાતથી લૉકડાઉન સંપૂર્ણ  રીતે હટાવી લેવાશે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લા એક્ટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા બાદ હવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા 17 દિવસમાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી.  એક મહિલા છેલ્લી કોરોના વાયરસની દર્દી હતી પરંતુ તેમાં પણ છેલ્લા 48 કલાકમાં કોઈ પણ લક્ષણ સામે આવ્યા નથી.

ન્યૂઝીલેન્ડ ના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેને જાહેરાત કરી છે કે તેમનો દેશ હવે લેવલ-1 એલર્ટથી આગળ વધશે. આથી સોમવારે અડધી રાતથી, અગાઉ લાગુ કરાયેલા તમામ પ્રતિબંધો દૂર થઈ જશે. અને હવે જો ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો એકપણ મામલો સામે ન આવે તો આગામી સપ્તાહે દેશને કોરોના વાયરસથી મુક્ત જાહેર કરી દેવાશે. આશરે 50 લખની વસ્તી વાળા આ દેશમાં કુલ 1504 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને 22 લોકોના મૃત્યુ થયા છે…

Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
Healthcare Cost Reduction India:મેડિકલ સ્ટોર પર છૂટક દવાનું વેચાણ: દર્દીઓની સુવિધા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો નવા નિયમો વિશે
IndiGo Ticket Price Hike: ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના નવા રૂટ ચાર્ટ પર એક નજર
Jet Fuel Crisis:મોંઘી થશે હવાઈ સફર: જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધો બોજ
Exit mobile version