કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છૂટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવવ્યાનુસાર દેશના ૭૩ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ ૧૦૦થી વધુ નોંધાઈ રહ્યા છે અને ૪૭ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે.
કોરોના અંગે ભારતમાં આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ ઘણા જ મહત્વના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટાના આધારે આ બાબતનું વિશ્વેષણ કરાયું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરે ચેતવણી આપી છે. આપણે આ બાબત સમજવી પડશે. આપણા પર હજી પર કોરોનાનું ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. હજી દેશમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી.
હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે,પરંતુ સાવધાની નહીં રાખીએ અને કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરીએ તો સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યોને ત્રીજી લહેર રોકવા માટે આગોતરાં પગલાં લેવા નિર્દેશો આપ્યા છે અને રાજ્યોને ચાર-ટી 'ટેસ્ટ', 'ટ્રેક', 'ટ્રીટ' અને 'ટિકા'નો મંત્ર આપ્યો છે.
EDએ કરી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી; આટલા કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, જાણો વિગત
