ન્યુઝ કંટીન્યૂઝ.
આતંકવાદી સંગઠન 'આઈએસ – ખુરાસન' સાથે ધરોબો ધરાવવાના મામલે એન આઇ એ દ્વારા પૂના થી બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે આ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પામનાર વ્યક્તિઓમાંથી એક મહિલા છે. 21 વર્ષીય સઇદા શેખ અને ૨૭ વર્ષીય નબિલ ખત્રીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં થયેલા એક સંવેદનશીલ મામલા અંતર્ગત આ ધરપકડ થઇ હોવાનું માનવામાં આવે છે.
આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરાઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓને નાણાં પૂરા પાડવા, નવા આતંકવાદીઓની ભરતી કરવી તેમજ આતંકવાદીઓને આશ્રય આપવા ઉપરાંત ગ્રાઉન્ડ સપોર્ટ આપવાની કાર્યવાહીમાં આવા પ્રકારના 'સ્લિપર સેલ' નો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વ્યક્તિમાંથી છોકરીએ પૂના ખાતે એક ઇન્સ્ટિટયૂટ થી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.
