Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં નિર્મલા સીતારમણનું નામ.. જાણો બીજી કઈ કઈ મહિલાઓનો  સમાવેશ થાયો છે. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020 

વિશ્વની સો શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતના નિર્મલા સીતારમણનું નામ પણ છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામનની સાથે અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉ અને એચસીએલ એન્ટરપ્રાઇઝિસના સીઇઓ રોશની નાડર મલ્હોત્રાને, જર્મનીના એન્જેલા મર્કેલનો સમાવેશ આ સૂચિમાં થાય છે. 

Join Our WhatsApp Channel

30 દેશોની મહિલાઓને 17 મી વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આ યાદીમાં 41 મું સ્થાન મળ્યું છે. રોશની નાડર મલ્હોત્રા 55 મા અને મજમુદાર શો 68 માં સ્થાને છે. જ્યારે લેન્ડમાર્ક ગ્રુપના અધ્યક્ષ રેણુકા જગતીનીને 98 મો ક્રમ આપવામાં આવ્યો છે. આ યાદીમાં 10 રાજ્યોના વડાઓ, 38 સીઇઓ અને પાંચ કલાકારોનો સમાવેશ થાય છે. 

અહીં જર્મનીની એન્જેલા મર્કેલ પ્રથમ નંબરે છે. ફોર્બ્સે કહ્યું છે કે જર્મનીને નાણાકીય સંકટમાંથી બહાર લાવવામાં મર્કેલની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. મર્કેલનું નેતૃત્વ પણ ખૂબ સારું છે. આ સિવાય ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ર્ડનને ફોર્બ્સની યાદીમાં બીજા ક્રમે નોંધાયા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા વાઇસ પ્રેસિડેન્ટ, કમલા હેરિસને ફોર્બ્સ દ્વારા આ યાદીમાં ત્રીજા સ્થાને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, બિલ અને મિલિંદા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ મિલિન્ડા ગેટ્સ દ્વારા ફોર્બ્સ પાંચમા ક્રમે છે. 

નોંધપાત્ર વાત એ છે કે નિર્મલા સીતારામન ભારતના નાણાં પ્રધાન છે. તે સપ્ટેમ્બર 2017 થી મે 2019 સુધી સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યાં છે. તે પહેલા તેઓ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન હતાં. તે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે. નિર્મલા સીતારામન ભારતની પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે. અગાઉ ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાન પદ સંભાળતાં વધારાના હવાલો તરીકે આ મંત્રાલય સંભાળ્યું હતું.. આમ નિર્મલા સીતારમણની મજબુત ભૂમિકા જોતા તેમનો વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version