Site icon News Continuous Bureau | Mumbai

Nitin Gadkari Legal Notice: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ પાસેથી 3 દિવસમાં લેખિત માફી માંગી, જાણો કોંગ્રેસ નેતાઓએ શું ભૂલ કરી..

Nitin Gadkari Legal Notice: નીતિન ગડકરીના વકીલે નિવેદન આપતા કહ્યું હતું કે, બીજેપી નેતા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાંથી 19 સેકન્ડની ક્લિપ જ ઉપાડવામાં આવી હતી. આ ક્લિપમાં જે કહેવામાં આવ્યું છે, તેમાં કોંગ્રેસ પાર્ટીએ આડુઅવળુ કરીને ખોટી રીતે પેશ કર્યું છે ..

Nitin Gadkari Legal Notice Union Minister Nitin Gadkari sought written apology from Mallikarjun Kharge and Jairam Ramesh in 3 days,

Nitin Gadkari Legal Notice Union Minister Nitin Gadkari sought written apology from Mallikarjun Kharge and Jairam Ramesh in 3 days,

News Continuous Bureau | Mumbai 

Nitin Gadkari Legal Notice: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ( Mallikarjun  Kharge ) અને મહાસચિવ જયરામ રમેશને ( Jairam Ramesh ) કાનૂની નોટિસ મોકલી છે. ગડકરી દ્વારા આ નોટિસ એટલા માટે મોકલવામાં આવી છે, કારણ કે કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે કોંગ્રેસના સત્તાવાર એક્સ એકાઉન્ટમાંથી તેમના વિશે વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના બંને વરિષ્ઠ નેતાઓને મોકલવામાં આવેલી નોટિસમાં તેમને લેખિતમાં માફી ( written apology ) માંગવા પણ કહેવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Channel

નીતિન ગડકરીના વકીલે નિવેદન આપતા કહ્યું હતું કે, ( BJP ) બીજેપી નેતા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાંથી 19 સેકન્ડની ક્લિપ જ ઉપાડવામાં આવી હતી. આ ક્લિપમાં જે કહેવામાં આવ્યું છે, તેમાં  ( Congress ) કોંગ્રેસ પાર્ટીએ આડુઅવળુ કરીને ખોટી રીતે પેશ કર્યું છે અને તેનો સાચો અર્થ આ વિડીયોમાંથી છુપાવામાં આવ્યો હતો. નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘નીતિન ગડકરીના ઈન્ટરવ્યુને તોડી મરોડીને પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કહેવામાં આવેલો સાચે અર્થ લોકોથી છુપાવવામાં આવ્યો છે. તેમજ હિન્દી કૅપ્શન સાથે છેડછાડ કરવામાં આવી છે.

 ત્રણ દિવસમાં મારા અસીલની લેખિતમાં માફી માંગવી જોઈએ…

આ અંગે કેન્દ્રીય મંત્રીએ માંગ કરી છે કે, પહેલા X માંથી વિડિયો હટાવવામાં આવે અને પછી ત્રણ દિવસમાં તેમની પાસે લેખિત માફી માંગવામાં આવે. કાનૂની નોટિસમાં ( Legal Notice ) એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘આ કાનૂની નોટિસ તમને X માંથી તાત્કાલિક પોસ્ટ હટાવવા માટે કહે છે. કાનૂની સૂચના મળ્યા પછી, કોઈપણ સંજોગોમાં, આગામી 24 કલાકની અંદર પોસ્ટને દૂર કરવામાં આવવી જોઈએ. આ ઉપરાંત, ત્રણ દિવસમાં મારા અસીલની લેખિતમાં માફી માંગવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Bengaluru Blast: બેંગ્લુરુના જાણીતા રામેશ્વર કેફેમાં બોમ્બ બ્લાસ્ટ, કાઉન્ટર પર રાખેલી બેગ અચાનક ફાટી, 9 લોકો ઘાયલ

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો આમ કરવામાં નહીં આવે, તો મારા ક્લાયન્ટ પાસે તમારા આ કાર્ય અને તેના થનારા જોખમ પર તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહીનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’ ગડકરીના વકીલે તો એવો પણ દાવો કર્યો હતો કે આ વીડિયો ભાજપમાં અંદરોઅંદર ઝઘડો કરવા માટે શેર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે જે વીડિયો શેર કર્યો છે તે, તે નીતિન ગડકરીના એક મિડીયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો છે. જેમાં વાસ્તવમાં ગડકરી દેશની સ્થિતિ વિશે વાત કરી રહ્યા હતા. તેમના ઇન્ટરવ્યુનો એક નાનો ભાગ કોંગ્રેસ પાર્ટીએ X પર શેર કર્યો હતો અને વીડિયો શેર કરતા કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજે ગામડાઓ, મજૂરો અને ખેડૂતો દુઃખી છે. ગામમાં સારા રસ્તા નથી, પીવાનું પાણી નથી, સારી હોસ્પિટલ નથી, સારી શાળા નથી – મોદી સરકારના મંત્રી નીતિન ગડકરી. આ વિડીયો વાયરલ થયા બાદ આ હોબાળો મચ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version