ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
ભારત ખૂબ મોટો દેશ છે. ભારતની વસ્તી છે 135 કરોડ અને તેના બહુ ઓછા ટકા વસ્તીમાં કોરોના ફેલાયો છે. આથી લોકોએ પેનિક થવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સમજદારીપૂર્વક કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાની અપીલ 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ' દ્વારા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર વાર્તામાં જણાવાયું છે કે, ભારતમાં કોરોના વાયરસ નું કમ્યુનિટી ટ્રાન્સમિશન હજી થયું નથી. શહેરી વિસ્તારોમાં વાયરસ નો પ્રસાર જરૂર થોડો વધારે છે.
વધુમાં કહ્યું કે 'હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે લોકડાઉન માં જે પગલાં ભરવામાં આવ્યા હતા તેનાથી સંક્રમણ પર રોક લાગી છે કે આ પ્રયોગ સફળ થયો છે'.
ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ એ જણાવ્યું કે 'આજે દેશનો રિકવરી રેટ 49.21 % છે. આથી દેશમાં કોરોનાગ્રસ્ત લોકો કરતાં કોરોનામુક્ત લોકોની સંખ્યા વધુ છે….