ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ભારતે ચીનના નાગરિકોને ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા નહીં આપવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરબના નાગરિકોને પણ હવે ભારત ઈ વિઝા નહીં આપે.
જો કે તાઈવાન, વિયેતનામ, સિંગાપુર અને અમેરિકા સહિત 152 દેશોના નાગરિકો હજુ પણ ઈ વિઝા લઈ શકશે.
એક અહેવાલ મુજબ અગાઉ ભારતે 171 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપી હતી.
કહેવાય છે કે પીપલ્સ લિબરેશન આર્મી સાથે લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે.