Site icon

ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ 

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ મુદ્દો ચીન સમક્ષ પણ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે, ભારતીય સેના આપણી સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 

No major injuries, army can tackle such forces: Rajnath Singh on India China border clash

ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈન્ય અથડામણનું પુનરાવર્તન થયું છે. 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ફરી એકવાર ભારત-ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ. જેમાં 30 જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હવે આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે.

મીડિયા અહેવાલો મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ગત 9 ડિસેમ્બર, 2022ના રોજ પીએલએ પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ચીની સેનાની ઘૂસણખોરીનો પ્રતિકાર કર્યો હતો. આ સમયે બંને પક્ષોની સેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક દુશ્મન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી. આ સંઘર્ષમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. જોકે, એક પણ સૈનિક માર્યો ગયો નથી અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મહિલાઓ, શિશુ સાથે ટ્રેનમાં મુસાફરી કરો છો? તો ડોન્ટ વરી, મધ્ય રેલવે આપશે ‘આ’ ખાસ સુવિધા…

ભારતીય સેના સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ મુદ્દો ચીન સમક્ષ પણ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે, ભારતીય સેના આપણી સરહદોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે આ યુદ્ધમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. જો કે, હું આ ગૃહને જણાવવા માંગુ છું કે એક પણ સૈનિક માર્યો ગયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપને કારણે ચીની સેના પીછેહઠ કરી છે.

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
Iran Anti-Regime Protests 2026: ઈરાનમાં લોહિયાળ જંગ: 39 ના મોત અને ઈન્ટરનેટ ઠપ, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version