Site icon

કોરોના કહેર વચ્ચે હવે દેશવ્યાપી નહીં પણ રાજ્યોમાં આ મુજબ મુકવામાં આવશે પ્રતિબંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 બુધવાર. 

કોરોનાની ત્રીજી લહેરનું દેશમાં આગમન થઈ ગયું છે. દિવસેને દિવસે કોરોનાના અને ઓમીક્રોન ના કેસમા ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવા સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. એન.કે. અરોરાએ મંગળવારે મહત્વનું નિવેદન કર્યું હતું. તે મુજબ કોરોનાનો ચેપ રોકવા માટે હવે દેશવ્યાપી લોકડાઉન લાદવાની જરૂરત નથી પણ તેના બદલે સ્માર્ટ કન્ટેઈનમેન્ટની આવશ્યકતા છે. જિલ્લા સ્તરે અમુક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.

દેશમાં ઓમીક્રોનએ પગપેસારો કરી લીધો છે. છેલ્લા થોડા દિવસથી કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. મેટ્રો સિટીમાં કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાનું ડો. અરોરાએ કહ્યું હતું.

મંગળવારે દેશવ્યાપી લોકડાઉનની શક્યતા પર તેમનો મત વ્યક્ત કર્યો હતો. દેશમાં લોકડાઉન લાગુ કરવાનો કોઈ અર્થ નથી. તેને બદલે અત્યંત યોગ્ય પદ્ધતીએ આયોજનની આવશ્યકતા છે. આવા સ્માર્ટ કન્ટેઈન્ટમેન્ટને કારણે ચેપની સ્થિતિ નિયંત્રણમાં લાવી શકશે. જિલ્લા સ્તરે અમુક પ્રમાણમાં પ્રતિબંધ લગાવી શકાશે એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

ભારતમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? મહામારીના દૈનિક કેસ આટલા લાખ નજીક; સૌથી વધુ આ રાજ્યમાં

હાલની કોરોનાની વેક્સિન ઓમીક્રોનનો ચેપ રોકવામાં નિષ્ફળ નીવડી છે. પરંતુ વૅક્સિનનો ડોઝ લીધો હોય તો દર્દીનું મૃત્યુ ટાળી  શકાય છે. અસરગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ નહીં થતા ધરે જ સારા થઈ રહ્યા છે. દેશમાં હવે ઓમીક્રોન વેરિયન્ટની દવાનું ઉત્પાદન નું કામ ચાલુ હોવાનું ડો.અરોરાએ કહ્યું હતું.

ડો. અરોરાના કહેવા મુજબ છેલ્લા અઠવાડિયામાં કોરોનાના દર્દીની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે. તે માટે ઓમીક્રોન જવાબદર છે. કોરોનાના દર્દીની સંખ્યા કયારે પીક પોઈન્ટ પર પહોંચશે તે અત્યાર કહેવું મુશ્કેલ છે. પરંતુ આગામી દિવસમાં દર્દીની સંખ્યા ઝપાટાબંધ વધવાની છે. છેલ્લા થોડા દિવસથી હોસ્પિટલમાં દર્દીનું દાખલ થવાનું પ્રમાણ વધી ગયું છે. છતાં દેશમાં હજી પણ 90 થી 95 ટકા કોવિડ બેડ ખાલી છે.

અરે વાહ, ઓમિક્રોનને ડિટેક્ટ કરતી પ્રથમ કિટને મળી ICMRની મંજૂરી; જાણો કોણે તૈયાર કરી છે આ કીટ

ડેલ્ટા વખતે દર્દીની સંખ્યા વધી અને બેડ પર ફુલ થઈ ગયા હતા. આ વખતે લક્ષણો નહીં ધરાવતા અને સોમ્ય લક્ષણો તેમ જ કો-મોર્બિલીટીવાળા દર્દીનું પ્રમાણ વધુ છે.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version