પ્રથમ તબક્કામાં કોરોનાની રસી લેનારા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકાર પાસે ઉપલબ્ધ થયેલી કોરોનાની બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનમાં પસંદગીનો વિકલ્પ અપાશે નહીં.
28 દિવસના અંતરે રસી લેનારને બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ અપાયાના 14 દિવસ પછી રસી દ્વારા સંરક્ષણ મળવાનું શરૂ થશે.
