Site icon

શું આ વર્ષે સંસદમાં ચોમાસુ સત્ર દરમ્યાન પ્રશ્નાવલિ નહીં થાય!!?.. દિલ્હી નું રાજકારણ તપી ગયું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 સપ્ટેમ્બર 2020

આ વખતે ચોમાસુ સત્રમાં સરકારે પ્રશ્નાવલિ રદ કરવાનો નિર્ણય લીધો છે. સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે, પરંતુ ત્યાં કોઈ સવાલ જવાબ નહીં થાય. જો કે, ઝીરો અવર અને અન્ય કાર્યવાહી ગૃહના ટાઈમટેબલ મુજબ થશે. સરકારના આ નિર્ણય સામે વિપક્ષે સવાલો ઉભા કર્યા છે. 

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક ટવીટમાં કહ્યું હતું કે 'શાસક પક્ષના નેતાઓ લોકશાહીના અંત માટે કોરોનાનું બહાનું આગળ ધરી શકે છે.'  કોંગ્રેસના સમર્થન માં ટીએમસી પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયન સામે આવ્યાં છે. કેદ્ર સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવી લખ્યું છે કે '1950 પછી પહેલીવાર વિપક્ષના સાંસદોએ સરકારને પ્રશ્નો પૂછવાનો અધિકાર ગુમાવ્યો છે. વધુમાં તેમણે લખ્યું છે કે 'જ્યારે સંસદની તમામ કાર્યવાહી પૂર્ણ રીતે ચાલી રહી છે, તો પછી પ્રશ્ન અવર કેમ રદ કરાયો છે?' 

જાહેરનામા મુજબ, ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં ઉપસ્થિત રહેનારા સભ્યોએ કોરોના વાયરસ અંગે આપેલા તમામ માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવું પડશે. 72 કલાકની અંદર કોરોના ટેસ્ટ પણ કરાવાની રહેશે. ઉચ્ચ સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું સત્ર દૈનિક ધોરણે યોજાશે અને સપ્તાહના અંતે કોઈ રજા પણ નહીં રહે. 

સંસદના બંને ગૃહોમાં દૈનિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પહેલા જ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે, લોકસભા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે રાજ્યસભા બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યવાહી કરશે… 14 સપ્ટેમ્બર પછી રાજ્યસભા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને લોકસભા બપોરે 3 થી 7 વાગ્યા સુધી બેસશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Narendra Modi: જાણો કેમ આજનો દિવસ નરેન્દ્ર મોદી માટે છે ખાસ, PM એ 25 વર્ષ જૂની તસવીર શેર કરી કહી આવી વાત
Exit mobile version