ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ થયું નથી.
પ્રાપ્ત જાણકારી મુજબ આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી છે.
નરેન્દ્ર સિંહ તોમરે પોતાના લેખિત જવાબમાં કહ્યું છે કે સરકાર પાસે એવા કોઈ રેકોર્ડ નથી કે આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મોત થયું હોય, એવામાં તેમના પરિજનો વળતર આપવાનો કોઈ સવાલ ઊભો થતો જ નથી.
નોંધનીય છે કે સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે નહીં આંદોલનમા કેટલા ખેડૂતનાં મોત થયા છે. સવાલમાં કહેવામાં આવ્યું કે સરકાર જો વળતર આપતી નથી તો તેનું પણ કારણ આપે.
ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી