Site icon

ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું ખાતું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી યોજાઈ હતી. આ પ્રધાનમંડળમાં 'નો રીપીટ' થીયરી અપનાવીને જૂના તમામ પ્રધાનોને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળમાં કુલ 24 પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું છે. શપથ સમારોહ સમાપ્ત થયા બાદ કોને કયા ખાતાની ફાળવણી કરવી તે માટે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જે બાદ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી દેવાઈ છે. મહત્વના ગણાતા ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાના સુકાની પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

 

જાણો કયા મંત્રીઓને કયા ખાતા સોંપાયા

કેબિનેટ મંત્રી

  1. રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદીય બાબતો,

  2. જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી

  3. ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો

  4. પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ

  5. રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન

  6. કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય

  7. કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી,

  8. નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી

  9. પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)-સામાજિક ન્યાય અને અધિકારીતા

  10. અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ,

  11. રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

  12. હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ

  13. જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ

  14. બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર

  15. જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ

  16. મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રી

  1. મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ

  2. નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ

  3. અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન

  4. કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો

  5. કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

  6. ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠો

  7. રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા

  8. વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

  9. દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન.

મુંબઈમાં મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાન, આવતીકાલે શહેરના આ વેક્સિનેશન સેન્ટર પર માત્ર મહિલાઓને મળશે રસી; જાણો વિગતે 

India-US Defense: ભારતીય નેવી માટે યુએસ સાથે ₹7995 કરોડની મહત્ત્વપૂર્ણ ડીલ, ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો રાજદ્વારી સંકેત
Patanjali Ghee: પતંજલિને મોટો ફટકો, હલકી ગુણવત્તાના ઘી મામલે કોર્ટે દંડ ફટકાર્યો, કંપનીએ આદેશને ‘ભૂલભરેલો’ ગણાવ્યો
Udhampur Security: ઉધમપુરમાં હાઇ એલર્ટ, ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ ગામમાંથી ભોજન લેતા ઝડપાયા
Cyclone Ditva: ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરી તરફ આગળ વધ્યું, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું.
Exit mobile version