Site icon News Continuous Bureau | Mumbai

કાયદાનું જ્ઞાન –  ટ્રાફિક પોલીસ તમારી ગાડીની ચાવી છીનવી શકતી નથી અને જો આવું કરે તો તરત જ કરો આ કામ

News Continuous Bureau | Mumbai

ટ્રાફિક(Traffic Rule)ના નિયમોનો ભંગ થાય તો ટ્રાફિક પોલીસ(Traffic Police) અવારનવાર ગાડીની ચાવી છીનવી લે છે. તેઓ ટાયર(tyre air)ની હવા પણ કાઢી દે છે અથવા કારની પાછળ બેસીને કારને બાજુ પર લઈ જવા દબાણ કરે છે. તેથી, તેમની કામ કરવાની પદ્ધતિઓ પર વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. ચાલો જાણીએ કે આ સંબંધમાં નિયમો શું કહે છે.

Join Our WhatsApp Channel

ભારતીય મોટર વાહન અધિનિયમ (Indian Motor Vehicles Act)1932 હેઠળ, ફક્ત ASI સ્તરનો અધિકારી જ ટ્રાફિક ઉલ્લંઘન માટે તમારું ચલણ કાપી શકે છે. ASI, SI, ઈન્સ્પેક્ટરને સ્થળ નક્કી કરવાનો અધિકાર છે. તેમની મદદ માટે ટ્રાફિક કોન્સ્ટેબલ  હાજર છે. તેમને કોઈની કારની ચાવી કાઢવાનો અધિકાર નથી. એટલું જ નહીં, તેઓ તમારી કારના ટાયરની હવા પણ કાઢી શકતા નથી. તેઓ તમારી સાથે ખોટી રીતે વાત કે ખરાબ વર્તન પણ કરી શકતા નથી. જો કોઈ ટ્રાફિક પોલીસ(traffic police) તમને કોઈ કારણ વગર હેરાન કરે છે તો તમે તેની સામે પણ કાર્યવાહી કરી શકો છો.

– તમારું ચલણ કાપવા માટે ટ્રાફિક પોલીસ પાસે ચલણ બુક અથવા ઈ-ચલણ મશીન હોવું જરૂરી છે. જો આ બેમાંથી કોઈ તેમની પાસે ન હોય તો તમારું ચલણ કાપી શકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો : રસ્તા પર દોડતી રિક્ષા અચાનક રેલવે પ્લેટફોર્મ પર ઘૂસી આવી- ટ્રેનની જગ્યાએ રિક્ષા જોઈ પેસેન્જરો રહી ગયા દંગ- જુઓ વિડીયો 

– ટ્રાફિક પોલીસ પણ યુનિફોર્મમાં હોય તે જરૂરી છે. યુનિફોર્મમાં બકલ નંબર અને તેનું નામ હોવું જોઈએ. યુનિફોર્મની ગેરહાજરીમાં, પોલીસકર્મીને તેનું ઓળખ કાર્ડ બતાવવા માટે કહેવામાં આવી શકે છે.

– ટ્રાફિક પોલીસનો હેડ કોન્સ્ટેબલ તમને માત્ર 100 રૂપિયાનો દંડ કરી શકે છે. આનાથી વધુ દંડ માત્ર ટ્રાફિક અધિકારી એટલે કે ASI અથવા SI જ કરી શકે છે. એટલે કે, તેઓ 100 રૂપિયાથી વધુનું ઇનવોઇસ કરી શકે છે. 

જો તમારી પાસે સ્થળ પર પૈસા ન હોય, તો તમે પછીથી દંડ ભરી શકો છો. આવી સ્થિતિમાં, કોર્ટ ચલણ જારી કરે છે, જે કોર્ટમાં જઈને ભરવાનું રહેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક અધિકારી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પોતાની પાસે રાખી શકે છે.

– જો ટ્રાફિક કોન્સ્ટેબલ(traffic constable) મારા વાહનની ચાવી કાઢી લે તો તમારે તે ઘટનાનો વીડિયો ઉતારીને નજીકના પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો છો.

– ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ વાહનચાલકોની પ્રથમ અને મુખ્ય જવાબદારી છે. વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની અસલ નકલ હોવી આવશ્યક છે. વાહનના રજિસ્ટ્રેશન અને ઇન્શ્યૉરન્સના પેપર્સ પણ ચાલી શકે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વિચિત્ર હવામાન- શહેરીજનોએ કર્યો ઑક્ટોબર હીટનો અનુભવ- ઠંડી-ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આ આગાહી

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
UGC New Regulations SC પ્રોફેસરો અને યુનિવર્સિટીઓના વિરોધ આગળ સરકાર ઝૂકી? નવા નિયમો પર પુનઃવિચાર કરવા તૈયાર; રચાશે સમિતિ..
Exit mobile version