Site icon

નોઈડા જિલ્લા અધિકારીનો આદેશ, સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓ પર ફી નું દબાણ કરશે તો એક વર્ષની થશે જેલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુન 2020

શાળા સંચાલકો કે માલિકો કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓ ના વાલી પાસેથી ફી માંગી શકશે નહીં. જો તેઓ એવું કરતા પકડાશે તો તેમની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે અને એક વર્ષની જેલની સજા પણ થશે એવો આદેશ નોઈડાના જિલ્લા અધિકારી એ બહાર પાડ્યો છે.. આ દ્વારા કોરોના નો સામનો કરી રહેલા વાલીઓને રાહત આપવાનો છે. નોંધનીય છે કે લોકડાઉન અને કોરોના મહામારી ના સમયે શાળાના સંચાલકોએ તુરંત શાળામાં ફી જમા કરવાનું કહ્યું હતું અને આ દ્વારા વિદ્યાર્થીઓ અને માતા-પિતા પર માનસિક ત્રાસ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. બધા જ જાણે છે તેમ લોકડાઉન દરમિયાન લોકોના રોજગારો બંધ થયા છે, પગારો થયા નહોતા એવા સમયે ફી વધારો કરવો અને ફી ભરવાનું કહેવું અને જો ફી  ભરવામાં નહીં આવે તો બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપવી, એ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરવા જેવું છે એમ પણ નોયડાના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું…

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version