Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર કોરિયાએ, દક્ષિણ કોરિયા સાથેની વાટાઘાટો માટે બનેલ સંપર્ક કાર્યાલય ઉડાવી દીધું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 જુન 2020

ઉત્તર કોરિયાએે પોતાની સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી દેતાં કોરિયન દ્વીપમાં તંગદિલી વધી ગઇ છે. 

ઉત્તર કોરિયાની સરહદમાં આવેલ આ ઇમારતમાં એક પણ દક્ષિણ કોરિયન ન હતું. આમ છતાં 2018માં ટ્રમ્પ સાથેની શાંતી મંત્રણા પછી ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી ઉશ્કેરણીજનક કાર્યવાહી છે. દક્ષિણ કોરિયન સરકાર દ્વારા મિલિટરી સર્વેલન્સ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કાએસોંગમાં ઇમારતને ધરાશયી થતી જોઇ શકાય છે. 

બીજી બાજુ  દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે કે "જો તેના દ્વારા હવે કોઇ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે". 

ઉત્તર કોરિયાની આ કાર્યવાહી પછી નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઇમરજન્સી બેઠક મળી જેમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ સરહદ અંદર આવેલ ઇન્ટર કોરિયન સંપર્ક કાર્યાલયની ઇમારતને ધ્વસ્ત કરી બંને દેશોના સંબધો સુધરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. 

 ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ગયા સપ્તાહમાં દક્ષિણ કોરિયા સાથેના તમામ સૈન્ય અને ટેલિકોમ્યુનિકેશન સંબધો કાપી નાખ્યા હતાં….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version