ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
ઉત્તર કોરિયા તાનાશાહ કિમ જોંગ ઉને ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગને કોરોનાવાયરસ પર કાબૂ મેળવવા બદલ અભિનંદન આપવા ફોન કર્યો હતો. ઉત્તર કોરિયાના પ્રમુખએ વધુમાં જણાવ્યું હતું કે "ચીનએ યુદ્ધ જેવી જીવલેણ બીમારીને ફેલાતી રોકવામાં કાબુ મેળવ્યો એ વખાણવા લાયક છે." સાથે જ તેમણે ચીનના રાષ્ટ્રપતિને સારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી હતી. ઉલ્લેખનીય છે કે કિમ જોંગ ઉને બીજીવાર ચીનના રાષ્ટ્રપતિને ફોન કરી સંદેશો પાઠવ્યો છે. આ પહેલા જાન્યુઆરીમાં કોરોના વાઇરસ ફેલાયાની લડાઈમાં કિમે પોતાનું સમર્થન ચીનને જાહેર કર્યું હતું. જ્યારે ગયા વર્ષે જૂનમાં ચીનના રાષ્ટ્રપતિ એ ઉત્તર કોરિયાની મુલાકાત પણ લીધી હતી. નોંધનીય છે કે ઉત્તર કોરિયાના તાનાશહ પાછલા 20 દિવસ સુધી જાહેરમાં ન દેખાતા એના સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક વાતો વહેતી થઈ હતી..