ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
23 ડિસેમ્બર 2020
બધાને અનુભવ છે કે દિવસના કોઈપણ સમયે વીજળી જતી રહેતી હોય છે. પરંતુ, હવે દેશના દરેક ઘરને 24 કલાક વીજ મળશે. કેન્દ્રએ નવા નિયમો બહાર પાડ્યા છે જેમાં કહ્યું છે કે અવિરત વીજ પુરવઠો મળી શકે જ નહીં એવો પૂર્વગ્રહ ગ્રાહકો સેવે છે. આથી હોવી જો લાંબા સમય સુધી વીજળી ગુલ થશે તો સંબંધિત વીજ વિતરણ કંપનીને મોટો દંડ કરવામાં આવશે અને ગ્રાહકને વળતર આપવું પડશે.
ગ્રાહકોના હકને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વીજળી નિયમો, 2020 જારી કર્યા છે. તદનુસાર, વીજ ગ્રાહકોને નવા અથવા હાલના જોડાણોમાં સુધારણા, મીટરિંગ સિસ્ટમ, બિલિંગ અને ચુકવણી સહિતના કેટલાક અન્ય અધિકારો આપવામાં આવ્યા છે. પાવર કંપનીઓએ ગ્રાહકોને દિવસના 24 કલાક વીજળી પહોંચાડવી જરૂરી છે. હાલમાં, કૃષિ સહિત કેટલાક વિશેષ જોડાણોના ગ્રાહકોને ઓછો વીજ પુરવઠો મળશે. સપ્ટેમ્બરમાં ઉર્જા મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા હતા. તેને 100 થી વધુ સૂચનો મળ્યા. આ સુચનોને આધારે સરકારે અંતિમ નિયમો બનાવ્યા. આ નિયમોના અમલથી વીજ કંપનીઓની માનમણીનો અંત આવશે, એમ કેન્દ્ર સરકારનું કહેવું છે.
જો વીજ કંપનીઓ ગ્રાહકોને 24 કલાક સેવાઓ પૂરી પાડતી નથી, તો તે કંપનીઓ ગ્રાહકોને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે. આ વળતર સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે. વળતરની રકમ નક્કી કરવા માટે નિયમનકારી આયોગ જવાબદાર છે..
