Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર.. દેશમાં જો લાંબા સમય સુધી થઈ વીજળી ગુલ, તો ગ્રાહકોને મળશે વળતર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ડિસેમ્બર 2020 

બધાને અનુભવ છે કે દિવસના કોઈપણ સમયે વીજળી જતી રહેતી હોય છે. પરંતુ, હવે દેશના દરેક ઘરને 24 કલાક વીજ  મળશે. કેન્દ્રએ નવા નિયમો બહાર પાડ્યા છે જેમાં કહ્યું છે કે અવિરત વીજ પુરવઠો મળી શકે જ નહીં એવો પૂર્વગ્રહ ગ્રાહકો સેવે છે. આથી હોવી જો લાંબા સમય સુધી વીજળી ગુલ થશે તો સંબંધિત વીજ વિતરણ કંપનીને મોટો દંડ કરવામાં આવશે અને ગ્રાહકને વળતર આપવું પડશે. 

ગ્રાહકોના હકને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વીજળી નિયમો, 2020 જારી કર્યા છે. તદનુસાર, વીજ ગ્રાહકોને નવા અથવા હાલના જોડાણોમાં સુધારણા, મીટરિંગ સિસ્ટમ, બિલિંગ અને ચુકવણી સહિતના કેટલાક અન્ય અધિકારો આપવામાં આવ્યા છે. પાવર કંપનીઓએ ગ્રાહકોને દિવસના 24 કલાક વીજળી પહોંચાડવી જરૂરી છે. હાલમાં, કૃષિ સહિત કેટલાક વિશેષ જોડાણોના ગ્રાહકોને ઓછો વીજ પુરવઠો મળશે. સપ્ટેમ્બરમાં ઉર્જા મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા હતા. તેને 100 થી વધુ સૂચનો મળ્યા. આ સુચનોને આધારે સરકારે અંતિમ નિયમો બનાવ્યા. આ નિયમોના અમલથી વીજ કંપનીઓની માનમણીનો અંત આવશે, એમ કેન્દ્ર સરકારનું કહેવું છે. 

જો વીજ કંપનીઓ ગ્રાહકોને 24 કલાક સેવાઓ પૂરી પાડતી નથી, તો તે કંપનીઓ ગ્રાહકોને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે. આ વળતર સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે. વળતરની રકમ નક્કી કરવા માટે નિયમનકારી આયોગ જવાબદાર છે..

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version