ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે.
કેન્દ્ર સરકારની વિશેષ સમિતિએ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના કોવિશીલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનને સશરતે માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે
હવે DCGI ભલામણોનું મૂલ્યાંકન કરશે અને પછી પોતાનો નિર્ણય આપશે
એટલે કે કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સીન ટૂંક સમયમાં હોસ્પિટલો તેમજ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.
