ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
આકાશમાં ઊડતા પ્લેનમાં હવે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. તે માટે ભારત સંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ)ને લાઈસન્સ મળી ગયું છે. એ સાથે જ મધદરિયામાં જહાજોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને બીએસએનએલનું કનેકશન મળશે. બીએસએનએલ કંપની માટે જોકે સારા સમાચાર એ છે કે બીએસએનએલ ફકત આકાશમાં કે પાણીમા જ નહીં પણ વૈશ્ર્વિક સ્તરેક ઈન્ટરનેટનું જોડાણ આપી શકશે.
મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ
ટેલ્કોને ભારતમાં ગ્લોબલ એક્સપ્રેસ મોબાઈલ બ્રોડબેન્ડ સેવા આપવાનું આવશ્યક લાઈસન્સ મળી ગયું છે. ઈનફ્લાઈટ એન્ડ મેરીટાઈમ ક્નેક્ટિવિટી લાઈસેન્સ હેઠળ તે વિમાનમાં અને સમુદ્રમાં ભારતીય ગ્રાહકોને ઈન્ટરેનેટ આપી શકશે.
