Site icon

હવે આ મામલે પણ ભારત બનશે વિશ્વગુરુ; દુનિયાના ૫૦ દેશો ભારત પાસેથી કોવિન ઍપનું સૉફ્ટવેર મેળવવા ઇચ્છે છે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

બિનભાજપ શાસિત રાજ્યો જે ઍપનો અસ્વીકાર કરતાં હતાંએને હવે વિશ્વના ૫૦ દેશો સ્વીકારવા તૈયાર છે. કૅનેડા, મેક્સિકો, નાઇજીરિયા અને પનામા સહિત લગભગ 50 દેશોએ પોતાના વેક્સિનેશન અભિયાન માટે કોવિન જેવી સિસ્ટમને અમલમાં મૂકવામાં રસ દાખવ્યો છે અને ભારતને આ સૉફ્ટવેર શૅર કરવાની પણ વિનંતી કરી છે. કોવિન ઍપના અધ્યક્ષ ડૉ. આર.એસ. શર્માએ આ અંગેની માહિતી મીડિયાને આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને સૉફ્ટવેરનું એક ઓપન સોર્સ વર્ઝન તૈયાર કરી અને એમાં રુચિ દેખાડનારા કોઈપણ દેશને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. હવે આ સૉફ્ટવેરને શૅર કરવા માટે ભારતીય ઉદ્યોગ પરિસંઘ દુનિયાભરના સ્વાસ્થ્ય અને ટેક્નિકલ વિશેષજ્ઞોનું એક વૈશ્વિક સંમેલન 5 જુલાઈના રોજ ડિજિટલ માધ્યમથી આયોજિત કરશે.

કોરોનાની સૌથી વધારે અસરકારક ગણાતી આ વિદેશી વેક્સિનને ડીજીસીઆઈએ આપી મંજૂરી, જાણો ક્યારથી આવશે ભારતમાં

ઉલ્લેખનીય છે કે આવા કુશળ સૉફ્ટવેરનો વપરાશ કરવાનો પણ ઘણા બિનભાજપ શાસિત રાજ્યોએ વિરોધ કર્યો હતો અને પોતાની બીજી ઍપ બનાવવાની વાતો કરતાં હતાં. હવે આ જ ઍપમાં વિશ્વના ૫૦ જેટલા દેશોએ રુચિ દાખવી છે જે ભારતમાં માટે અચૂક ગર્વ લેવા જેવી બાબત છે.

Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Hafiz Saeed: ચોંકાવનારો ગુપ્તચર રિપોર્ટ! હાફિઝ સઈદ બાંગ્લાદેશને ‘લોન્ચપેડ’ બનાવી ભારત પર મોટા હુમલાની તૈયારીમાં!
Mukesh Ambani Nathdwara visit: શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી
Vande Bharat Express: દેશભક્તિ કે પ્રોપેગેન્ડા? RSSનું ગીત ગાવા બદલ બાળકો સામે વાંધો ઉઠાવતા સ્કૂલ મેનેજમેન્ટે આપ્યો આવો જડબાતોડ જવાબ
Exit mobile version