Site icon News Continuous Bureau | Mumbai

આજથી jio અને googleનો સ્માર્ટફોન બજારમાં આવી ગયો; અહીં જાણો ફોનની શું કિંમત છે અને તેના ફિચર્સ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

Jio અને googleનો સૌથી સસ્તો સ્માર્ટફોન jiophone Next આજથી સ્ટોર્સમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ફોન ખરીદવા માટે માત્ર 1,999 રૂપિયા ચૂકવવા પડશે અને બાકીના પૈસા તમે 18 કે 24 મહિનાના હપ્તામાં ચૂકવી શકશો. ફોનને હપ્તામાં મેળવવા માટે તમારે 501 રૂપિયાની પ્રોસેસિંગ પણ ચૂકવવી પડશે, પરંતુ જો તમે તેને હપ્તા આપ્યા વગર ખરીદવા માગો છો તો 6,499 રૂપિયા ચૂકવીને એક જ વારમાં ખરીદી શકાશે. આ ફોન દેશભરમાં reliance retailના JioMart ડિજિટલ સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે.

jio ફોનને jio અને google દ્વારા વિકસાવવામાં આવ્યો છે. jio ફોનમાં આગળનો કેમેરો 13 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રેન્ટ કૅમેરા 8 મેગાપિક્સલનો છે. તેની સ્ક્રીન સાઇઝ 5.45 inch+ મલ્ટીટચ છે. રીઝોલ્યુશન HD + (720 *1400) છે અને તેમાં એન્ટીફિંગરપ્રિન્ટ કોટિંગ સાથે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 છે.

સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon QM-215, Quad core 1.3 GHz સુધીનું પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. ફોનમાં 2GB રેમ અને 16GB મેમરી છે. જેને કાર્ડ દ્વારા 512 GB સુધી વધારી શકાય છે. બેટરી 3500mAH છે. બે નેનો સિમનો ઉપયોગ કરી શકાય છે. કનેક્ટિવિટીમાં વાઇફાઇ, v4.1 બ્લૂટૂ, micro USB અને 3.5 mm સ્ટાન્ડર્ડ ઓડિયો જેક આપવામાં આવ્યો છે. 

જો તમે તમારા માટે અથવા કોઈ ખાસ વ્યક્તિ માટે આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમારા નજીકના jioMart ડિજિટલ રિટેલરની મુલાકાત લો અથવા www.jio.com/next પર સંપર્ક કરીને વિગત જાણી શકો છો.

 

 

Kiren Rijiju Slams Rahul Gandhi રાહુલ ગાંધીના ‘વિદેશી મદદ’વાળા નિવેદન પર કિરેન રિજિજુનો પલટવાર ‘કોંગ્રેસ નેતા દેશના દુશ્મનોનો એજન્ડા આગળ વધારી રહ્યા છે’
Cyclone Murasu Landfall Andhra Pradesh ચક્રવાત ‘મુરાસુ’એ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં મચાવી ભારે તબાહી તોફાની પવનો સાથે સાંબેલાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
Pralay Missile Test Odisha Coast ભારતે ઓડિશા તટે ક્વાસીબેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કર્યું સફળ પરીક્ષણ ૫૦૦ કિમી સુધી દુશ્મનના ઠેકાણાં ધ્વસ્ત કરવા સક્ષમ, એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકી નહીં શકે
MP Rajya Sabha Bypoll મધ્યપ્રદેશ રાજ્યસભા પેટાચૂંટણીમાં મોટો વળાંક હરદીપ સિંહ પુરી સામે ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર રાજકુમાર લોહાનીનું નામાંકન રદ
Exit mobile version