Site icon News Continuous Bureau | Mumbai

હવે પાણી બગાડશો તો પાંચ વર્ષ જેલમાં જવું પડશે, જાણો શું છે નવો કાયદો?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

હવેથી પીવાના પાણીનો દુરૂપયોગ એ ભારતમાં ગુનો બનશે, નિયમનું ઉલ્લંઘન કરનારને પાંચ વર્ષ સુધીની જેલ અથવા 1 લાખ રૂપિયા દંડની સજા થઈ શકે છે. જલ શક્તિ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (સીજીડબ્લ્યુએ) એ આ સંદર્ભે પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, 1986 ની કલમ 5 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.

Join Our WhatsApp Channel

 

રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની સૂચના બાદ આ જાહેરનામું આવ્યું છે. સૂચના મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાણી પુરવઠાની કામગીરી કરતી પાલિકાએ સુનિશ્ચિત કરવું પડશે કે ભૂગર્ભમાંથી ખેંચી પીવાના પાણીનો કોઈ દુરૂપયોગ ન થાય અને ઉલ્લંઘન કરનારને કડક સજા થાય એ જોવું પડશે. જેથી લોકોમાં પાણીને લઈને જાગૃતિ આવે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ભૂગર્ભ જળના બગાડ માટે દંડ સહિત જબરદસ્ત પગલાઓ સાથેની પદ્ધતિઓ વિકસિત અને અમલ કરવા પણ જણાવ્યું છે. ઓવરહેડ ટાંકી, શૌચાલયોમાં ફ્લશિંગનો વધુ પડતો ઉપયોગ, સ્નાન / હાથ ધોવાના / રસોડામાં પાણીનો બગાડ તેમજ ગ્રાહકના ઘર સુધી પાણીના પ્રસારણ / વિતરણ દરમિયાન લિકેજ / સીપેજને પાણીના બગાડના કેટલાક ચાવીરૂપ સ્ત્રોતોનું તરત જ સમારકામ કરવાની સૂચના આપી છે.

એકીકૃત જળ સંસાધન વિકાસ અંગેના રાષ્ટ્રીય આયોગના અહેવાલ મુજબ, વરસાદની માધ્યમથી ભારતની કુલ જળ ઉપલબ્ધતા વાર્ષિક આશરે 4000 બિલિયન ક્યુબિક-મીટર (બીસીએમ) છે, પરંતુ ઉપયોગી પાણીની ઉપલબ્ધતા માત્ર 1122 બીસીએમ સુધી મર્યાદિત છે. 

Cockroach Movement Protest Delhi Lockdown વિરોધ પ્રદર્શનની હાકલ વચ્ચે દિલ્હી કિલ્લેબંધીમાં ફેરવાયું; કેન્દ્રીય દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ, ટ્રેનોના રૂટ ડાયવર્ટ
Delhi Police Denies CJP Protest Permission ‘જંતરમંતર પર પ્રદર્શન નહીં કરવા દઈએ’ દિલ્હી પોલીસનો CJP ને સ્પષ્ટ ઈનકાર
CJP Protest Security Measures CJP ના આંદોલન પહેલાં રેલવેનો મોટો નિર્ણય દિલ્હી આવતી તમામ મેઇલએક્સપ્રેસ ટ્રેનો રદ્દ
Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Exit mobile version