ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો ,
મુંબઈ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મહારાષ્ટ્ર રાજ્ય માં કોરોના સંક્રમિતો ની સંખ્યા દિવસે ને રાતે વધતી જ જાય છે,પરંતુ ચિંતા નો વિષય એ છે છે કે હવે બાળકો અને યુવાનો પણ એની ચપેટ માં આવી ગયા છે.
મેડિકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ના આંકડા મુજબ મહારાષ્ટ્ર રાજ્ય માં ગત માર્ચ મહિના માં 55 હાજર થી વધુ બાળકો અને યુવાનો કોરોના ગ્રસ્ત થયા હતા, જેમાં 10 વર્ષ સુધીના 15 હજાર બાળકો અને 11 થી 20 વર્ષ વય સુધી બાકીના 40 હજાર હતા .માર્ચ મહિના માં 21 થી 30 વર્ષ ની વય જૂથ ના 17% દર્દી ઓ ને કોરોના થયો હતો. આ વર્ષ ની શરૂઆતએટલે કે જાન્યુઆરી મહિના માં કોરોના ગ્રસ્ત બાળકો ની સંખ્યા 2000 જ હતી જે વધી ને 15000 સુધી પહોંચી છે,અને યુવાનો નો આંકડો 5300 હતો જે વધી ને 40000 સુધી પહોંચ્યો છે .જે ખરેખર ચિંતા નો વિષય
ઈશાન મુંબઈ ના સંસદસભ્ય મનોજ કોટક ના જણાવ્યા મુજબ રાજ્ય માં બાળકો અને યુવાનો માં વધતો કોરોના ને રોકવા મહારાષ્ટ્ર સરકારે બાળકો ની સુવિધા માટે અલગ ગાઈડલાઈન બનાવવી જોઈ એ.છે.
