Site icon

દેશના મુસ્લીમો નરમ પડ્યા- મુસ્લીમોની સર્વોચ્ચ સંસ્થાએ નુપૂર શર્મા સંદર્ભે આ વાત કરી

 News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ (Prophet remakr row)પર વિવાદાસ્પદ ટીપ્પણીના વિવાદ બાદ દેશમાં ઘણી જગ્યાએ હિંસા(violence)નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદે એક ટીવી ડિબેટ દરમિયાન જમાત ઉલેમા-એ-હિંદે(Jamaat Ulema-e-Hind) ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્મા(BJP Nupur Sharma)ને માફ કરી દેવાની વકીલાત કરી છે. તેમના આ નિવેદનથી દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનો શાંત પડે તેવી સંભાવના છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મુસ્લિમ સંગઠન જમાત ઉલેમા-એ-હિંદ(Jamaat Ulema-e-Hind)ના અધ્યક્ષ સુહૈબ કાસમી(Suhaib Qasmi)એ કહ્યું કે, પયગંબર સાહેબ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને ઈસ્લામ મુજબ માફી આપવી જોઈએ. મુસ્લિમ વિદ્વાનોનું સંગઠન(organisation) તેમની ટીપ્પણીના પગલે દેશભરમાં થયેલી હિંસા(violence)ની ટીકા કરે છે.  

આ સમાચાર પણ વાંચો : ગાંધી પરિવારના આ સભ્ય દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે- વિરોધ પક્ષના બનશે તેઓ ઉમેદવાર

કાસમીએ વધુમાં કહ્યું કે, જમાત ઉલેમા-એ-હિંદે(Jamaat Ulema-e-Hind) એક 'ફતવો' જાહેર કરવાનો નિર્ણય કર્યો છે, જેના માધ્યમથી તે લોકોને નુપુર શર્મા(Nupur Sharma) અને તેમની ટીપ્પણીના સંબંધમાં કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન નહીં કરવાનો આગ્રહ કરશે. જમાતે કહ્યું કે ફતવો અસદુદ્દીન ઓવૈસી(Asaddudin Owaisi) અને મહંમદ મદની(Muhammad Madani)ની સામે આવશે. સાથે જ જમાતે સરકારને અનેક મુસ્લિમ સંગઠનો અને તેમના ફન્ડિંગ(Funding)ની તપાસ કરવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે તે અન્ય મુસ્લિમ સંગઠનોને પણ હિંસા ફેલાવવાની મંજૂરી નહીં આપે.

ઉલ્લેખનીય છે કે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્મા અને હાંકી કઢાયેલા નેતા નવીન કુમાર જિંદાલ(Naveen Kumar Jindal)ની વિવાદિત ટિપ્પણી મામલે દેશના વિભિન્ન ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. આ વિરોધ યુપી(UP), પશ્ચિમ બંગાળ(West Bengal) અને ઝારખંડ(Jharkhand)માં હિંસક સ્વરૂપ પકડી ગયું છે. અખાતના કેટલાક દેશોએ પણ આ વિવાદાસ્પદ ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version