ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સુધારા બંધારણીય બીલ પસાર થયું છે.
રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપનારા 127 માં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઇ છે..
સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. આ પહેલા મંગળવારે લોકસભાએ પણ આ બિલને મંજૂરી આપી દીધી હતી.
હવે આ બિલ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તેમની સહી સાથે તે કાયદા તરીકે અમલમાં આવશે.
આ અંતર્ગત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓબીસી અનામત માટે જાતિઓની યાદી તેમના સ્તરે નક્કી કરવાનો અને તેમને ક્વોટા આપવાનો અધિકાર હશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે આપેલા મરાઠા ક્વોટાને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ કેન્દ્ર સરકાર આ બિલ લાવી હતી.
