Site icon

Odisha Bus accident: ચાલુ બસમાં ડ્રાઈવરને ‘હાર્ટએટેક’, પોતે જીવ ગુમાવ્યો પણ…જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…

Odisha Bus accident: ઓડિશાના એક બસ ડ્રાઈવરની સમજદારીની હાલમાં ચારેકોર ચર્ચા થઈ રહી છે. ખરેખર તો આ બસ ડ્રાઈવરને યાત્રીઓને તેમના લક્ષ્યાંક તરફ લઈ જતી વખતે ચાલુ બસમાં હાર્ટએટેક આવી ગયો હતો. એટલે તેણે તાત્કાલિક બસને એક દીવાલ સાથે અથડાવી દીધી હતી. જેના લીધે બસ અટકી ગઈ હતી અને….

Odisha Bus accident The driver had a 'heart attack' in the running bus, even losing his life

Odisha Bus accident The driver had a 'heart attack' in the running bus, even losing his life

News Continuous Bureau | Mumbai 

Odisha Bus accident: ડ્રાઈવિંગનું કામ સતત સતર્કતા અને એકાગ્રતા માગી લે છે. ડ્રાઈવરની એક ભૂલ કે તેની એક ઝપકીએ કેટલાય મુસાફરોના જીવ જઈ શકે છે. રોડ અકસ્માતના ( road accidents ) કારણોમાં ડ્રાઈવરની બેદરકારી કે ભૂલ જ મોટે બાગે જવાબદાર હોય છે ત્યારે તમે બસમાં 50 જેટલા પ્રવાસીઓને લઈને જતા હોય અને ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે. આ જવાબદારીનું ભાન ઓડિશાના ડ્રાઈવરને ( driver )  હતું અને તેથી જ તેણે પોતાનો જીવ જાય તે પહેલા બસમાં સવાર 48 મુસાફરોના ( passengers ) જીવ સુરક્ષિત કરી લીધા હતા.

Join Our WhatsApp Community

ઓડિશા (Odisha) ના આ ડ્રાઈવર (Bus Driver) ની ઓળખ સના પ્રધાન તરીકે થઈ છે. તેને ચાલુ બસમાં હાર્ટએટેક (Heart Attack) આવી ગયો હતો. છાતીમાં દુઃખાવાની શરૂઆત થતાં જ બસ ડ્રાઈવરને આભાસ થઈ ગયો હતો કે તેને હાર્ટએટેક આવવાની સંભાવના છે એટલે તેણે તાત્કાલિક બસને એક દીવાલ સાથે અથડાવી દીધી હતી. જેના લીધે બસ અટકી ગઈ અને 48 યાત્રીઓના જીવ બચી ગયા.

 ડ્રાઈવરે અંતિમ શ્વાસ લેતાં પહેલાં બસને સફળતાપૂર્વક રોકી દીધી….

આ બસ ઓડિશાના ભુવનેશ્વર જઈ રહી હતી અને તેમાં 48 મુસાફરો સવાર હતા. જોકે ડ્રાઈવરે અંતિમ શ્વાસ લેતાં પહેલાં બસને સફળતાપૂર્વક રોકી દીધી હતી. ઘટના શુક્રવારે રાતે કંધમાલ જિલ્લાના પાબુરિયા ગામ નજીક બની હતી. ડ્રાઈવરની ઓળખ સના પ્રધાન તરીકે થઇ છે. ટિકાબાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર કલ્યાણમધી સેંધાએ કહ્યું કે ડ્રાઈવરને ખબર પડી ગઈ હતી કે તે હવે ગાડી નહીં ચલાવી શકે એટલા માટે તેમણે બસને કિનારે આવેલી દીવાલમાં ઠોકી દીધી જેનાથી બસ અટકી ગઇ અને યાત્રીઓનો જીવ બચી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Mann Ki Baat: તહેવારો પર માત્ર સ્વદેશી સામાન જ ખરીદો! પીએમ મોદીની દેશવાસીઓને ખાસ અપીલ… જાણો મન કી બાત કાર્યક્રમની આ મહત્વની વાતો.. વાંચો વિગતે અહીં

પોલીસે જણાવ્યું કે આ એક ખાનગી બસ હતી. મા લક્ષ્મી નામની આ બસ દરરોજ રાતે સામાન્ય રીતે કંધમાલના સારંગઢથી ઉદયગિરી થઇને ભુવનેશ્વર જતી હતી. ઘટના બાદ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ ડ્રાઇવરને મૃત જાહેર કર્યો હતો. ડ્રાઈવરનું મોત અકસ્માત નહીં પણ હાર્ટએટેકને કારણે થયું હોવાની માહિતી ડૉક્ટરોએ આપી હતી.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version