Site icon

Odisha: ઓડિશાના ચિલ્કા તળાવમાં પુરુષોત્તમ રુપાલા 2 કલાક સુધી બોટમાં ફસાયા.. જાણો શું છે કારણ… વાંચો અહીં..

Odisha: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈ જતી બોટ લગભગ બે કલાક સુધી તળાવમાં ફસાઈ ગઈ હતી. આ બોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય કેટલાક સ્થાનિક પક્ષના નેતાઓ પણ રૂપાલા સાથે બોટ પર હાજર હતા.

Odisha Purushottam Rupala stuck in a boat for 2 hours in Odisha's Chilika Lake.. Know what the reason is..

Odisha Purushottam Rupala stuck in a boat for 2 hours in Odisha's Chilika Lake.. Know what the reason is..

 News Continuous Bureau | Mumbai

Odisha: ઓડિશાના ચિલ્કા તળાવમાં ( chilika lake ) રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ( parshottam rupala ) લઈ જતી બોટ લગભગ બે કલાક સુધી તળાવમાં ફસાઈ ગઈ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે માછીમારો ( fishermen ) દ્વારા પથરાયેલ જાળના કારણે બોટ ફસાઈ ગઈ હતી, પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ જાતે સ્પષ્ટતા કરી કે તેમની બોટ ( boat stuck ) રસ્તો ભટકી ગઈ હતી. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, મામલો પ્રકાશમાં આવતાં જ વહીવટીતંત્રે બીજી બોટ મોકલી હતી. જેમાંથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીને બહાર કાઢીને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. ભાજપના ( BJP ) રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ( Sambit Patra ) અને અન્ય કેટલાક સ્થાનિક પક્ષના નેતાઓ પણ રૂપાલા સાથે બોટ પર હાજર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીએ ખુર્દા જિલ્લાના બરકુલથી તેમની યાત્રા શરૂ કરી હતી અને બ્લુ લગૂન (ફેરી) દ્વારા પુરી જિલ્લાના સાતપારા જઈ રહ્યા હતા.

શું છે આ મામલો..

 

એક અહેવાલ મુજબ, મંત્રીના કાફલાની ફરજ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે તળાવની વચ્ચે લગભગ બે કલાક સુધી અટવાઈ રહી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું, ‘અંધારું હતું અને બોટ ચલાવતા નાવિકને પણ માર્ગની જાણ નહોતી. તેથી અમે અમારો રસ્તો ભૂલી ગયા હતા. સાતપડા પહોંચતા અમને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. જે બાદ વહીવટીતંત્રે તરત જ સતપારાથી બીજી બોટ મોકલી હતી. ત્યાર પછી આ બીજી બોટમાં મંત્રી અને તેમના સાથીદારો તેમના પૂર્વ નિર્ધારિત સ્થાને પહોંચવા માટે બેઠા હતા.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આજે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ‘PACS દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના સંચાલન’ની મહત્વપૂર્ણ સિદ્ધિને અનુલક્ષીને આયોજિત ‘નેશનલ PACS મેગા કોન્ક્લેવ’ની અધ્યક્ષતા કરશે

પ્રાપ્ત માહિતી મુજબ, રૂપાલા પુરી જિલ્લાના કૃષ્ણપ્રસાદ વિસ્તાર પાસે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે, આ ઘટના બન્યા પછી, છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે રૂપાલા લગભગ 10.30 વાગ્યે પુરી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના 11મા તબક્કા હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા ઓડિશાની મુલાકાતે છે. જેમાં અગાઉના દિવસે, તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પર આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version